તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૩ શુક્રવાર

હાફિજ સઇદને મળવા બદલ મનમોહને મારો આભાર માન્યો'તો : JKLFના આતંકવાદી યાસિન મલિકનો વિસ્ફોટક દાવોઃ દિલ્હી હાઇકોર્ટમાં રજુ કર્યુ ૮૫ પાનાનું સોગંદનામુ ૨૦૦૬માં હાફિજ સઇદ સાથે મુલાકાત સરકારના નિર્દેશથી શાંતિ પ્રક્રિયા હેઠળ થઇ હતીઃ ગુપ્તચર બ્યુરોના તે વખતના વડા મલિકે મને ત્રાસવાદી નેતાઓ સાથે વાતચીત કરવા કહ્યું હતું: મને કાશ્મીરમાં અહિંસક આંદોલનનાં જનક ગણાવ્યો હતો 10:23 AM IST
છોકરી સાથે અશ્લીલ ફોન વાતચીત કરવાના આરોપમાં : SDM સસ્પેન્ડ: મુખ્યમંત્રી મોહન યાદવે કાર્યવાહી કરી-----મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મોરેના જિલ્લાના સબલગઢ એસડીએમ અરવિંદ માહોરને ફોન કોલ્સ અને મેસેજ દ્વારા એક યુવતીને હેરાન કરવાની ફરિયાદ બાદ સસ્પેન્ડ કરી દીધા મહિલાની માતાએ આરોપ લગાવ્યો હતો1:05 AM IST
જુઓ ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે...11:44 PM IST
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત 'અજેય' મૂવી રિવ્યુ: એક યોગીની અજાણી ગાથા, જે તમને જીવનના દરેક પડાવ પર પ્રેરણા આપશે! : આ ફિલ્મનું નિર્દેશન રવિન્દ્ર ગૌતમે કર્યું છે, અને તે માત્ર યોગીના રાજકીય જીવન પર નહીં, પરંતુ તેમના અંગત જીવન અને સંઘર્ષો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.10:11 PM IST
"બ્રિંગ ઇટ હોમ" ગીતથી શ્રેયા ઘોષાલે ચાહકોમાં જગાવ્યો ઉત્સાહ, ICC મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫નું થીમ સોંગ રજૂ!: ‘આ ગીત મહિલા ક્રિકેટની ભાવના અને એકતાની ઉજવણી’ : આ થીમ સોંગ યુટ્યુબ ઉપરાંત, સ્પોટાઇફ, એપલ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક, જિયો સાવન અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ: પ્રથમ મેચ ૩૦ સપ્ટેમ્બરે ગુવાહાટીમાં શ્રીલંકા સામે10:10 PM IST
દિશા પટાણીના ઘરે ગોળીબાર કેસ: પાંચમા આરોપીનું એન્કાઉન્ટર, ઘૂંટણિયે પડીને કહ્યું - 'હવે ક્યારેય યુપી નહીં આવું!' : એક ગેંગે દાવો કર્યો હતો કે હુમલો દિશાની બહેન ખુશ્બુ પટાણી દ્વારા એક ધાર્મિક સંત વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો બદલો: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુરક્ષાની ખાતરી આપી હતી:૧૨ સપ્ટેમ્બરે બરેલીમાં દિશા પટાણીના ઘર પર બે બાઇક સવારોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાની જવાબદારી સોશિયલ મીડિયા પર એક ગેંગે લીધી હતી10:09 PM IST
ભાવનગરની ભૂમિ પરથી દેશના મેરિટાઇમ ક્ષેત્રના સર્વાંગી વિકાસના નવા અધ્યાયનો શુભારંભ : કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય સામુદ્રિક ક્ષેત્રના વિકાસને નવી દિશા આપતા 27 MOU સંપન્ન :ભારત મેરિટાઈમનું સુપર પાવર બનશે-કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ: જેણે સમુદ્ર પર શાસન કર્યું, તેણે દુનિયા પર શાસન કર્યું -કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા9:35 PM IST
ગ્રામીણ પરિવારોને મોબાઇલ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે : પોસ્ટ વિભાગ અને BSNL વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા : આ કરારનો ઉદ્દેશ્ય દેશભરમાં BSNL ની મોબાઇલ કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાનો, ગ્રામીણ પરિવારોને મોબાઇલ સેવાઓથી સશક્ત બનાવવાનો અને ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ અને સામાજિક-આર્થિક વિકાસના વ્યાપક લક્ષ્યોને આગળ વધારવાનો છે8:49 PM IST
પ્રશાંત કિશોરના ખુલાસાથી રાજકીય હોબાળો મચ્યો : પાંચ NDA નેતાઓને અત્યંત ભ્રષ્ટ અને છેતરપિંડીના માસ્ટર ગણાવ્યા : નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર પોતાનું નામ બદલીને નકલી ડિગ્રી મેળવવાનો આરોપ લગાવ્યો : અશોક ચૌધરી પર બેનામી (અનામી) મિલકતોમાં મિલકત ખરીદવાનો, દિલીપ જયસ્વાલ પર હત્યાના આરોપને છુપાવવાનો આરોપ8:07 PM IST
રાહુલની જનરેશન-ઝેડ વિશેની પોસ્ટ રાજકીય હોબાળો મચાવ્યો : કંગના કહે છે, "આ દેશમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું છે. નેપાળમાં, તેમના જેવા રાજવંશો રહેલા છે : લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ યુવાનોને "મત ચોરી" અંગે કરેલી અપીલથી એક નવો રાજકીય હોબાળો મચ્યો : તેમણે જનરલ-ઝેડ અને દેશના યુવાનોને બંધારણનું રક્ષણ કરવા વિનંતી કરી હતી8:03 PM IST
હું માત્ર લોકોની મદદ માટે છું. મારો હેતુ માનવીને રિપ્લેસ કરવાનો નથી :હું કોઈનું સ્થાન લેવા માગતી: વિશ્વની પ્રથમ AI મંત્રીનું સંસદમાં ભાષણ : આલ્બેનિયા સરકારની એઆઈ મંત્રી ડાયેલાએ પ્રથમ વખત સંસદને સંબોધિત કરતાં કહ્યું કે, વિપક્ષ મારી નિમણૂકને વારંવાર ગેરબંધારણીય ગણાવી રહ્યા છે. વિપક્ષના આ આરોપોથી હું દુઃખી છું. 7:56 PM IST
કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે યોજાશે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ : વડાપ્રધાન ગુજરાતને ભારત સરકાર અને ગુજરાત સરકાર હેઠળના વિવિધ વિભાગોના ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે: ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66 હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્ડીંગ MoUsનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે6:50 PM IST
ટ્રમ્પ અને લંડનના મેયર સાદિક ખાન વચ્ચે વધુ એક વિવાદ: "મારા ડિનરમાં તેમને આમંત્રણ ન આપો": સાદિક ખાનને "વિશ્વના સૌથી ખરાબ મેયરોમાંના એક" ગણાવ્યા! : ટ્રમ્પ અને સાદિક ખાન વચ્ચેનો સંઘર્ષ ૨૦૧૫થી ચાલી રહ્યો છે, જ્યારે સાદિક ખાને મુસ્લિમોના યુએસ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પના સૂચનની ટીકા કરી હતી.6:20 PM IST
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્રમ્પના દાવા ખોટા, પીએમ મોદીએ સત્ય કહીને ટ્રમ્પને શરમજનક સ્થિતિમાં મૂક્યા: યુરેશિયાના પ્રમુખનો મોટો ખુલાસો! : બ્રેમરે કહ્યું કે આનાથી પીએમ મોદીને ઘરેલુ રાજકારણમાં ફાયદો થયો છે. વિશ્વના અન્ય દેશોને પણ સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ભારત કોઈપણ શક્તિશાળી રાષ્ટ્રના દબાણ હેઠળ કામ કરતું નથી.6:20 PM IST
દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીમાં ABVPનો ભવ્ય વિજય, ત્રણ મુખ્ય પદો પર કબજો!: NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીએ પરિણામો બાદ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો : DUSU ચૂંટણીમાં ચાર મુખ્ય પદો માટે ૨૧ ઉમેદવારો મેદાનમાં હતા. ગુરુવારે થયેલા મતદાનમાં ૩૯.૪૫% મતદાન નોંધાયું હતું, જેમાં ૫૨ કેન્દ્રો પર ૭૧૧ EVMનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.6:17 PM IST
ડવ,લાઇફબોય પેન્ટીન શેમ્પૂ, બોરોપ્લસ, નવરત્ન તેલ,ઝંડુ બામ સહિતની વસ્તુઓ સસ્તી : GST ઘટાડા બાદ, કંપનીઓએ ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું: ઇમામી અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલે પણ તેમના ઘણા ઉત્પાદનો માટે નવી કિંમત યાદીઓ બહાર પાડી : દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓએ ૨૨ સપ્ટેમ્બરથી સાબુ, શેમ્પૂ, બેબી ડાયપર, ટૂથપેસ્ટ, રેઝર અને આફટર-શેવ લોશન જેવા ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી 9:55 AM IST
રાજસ્થાનને નવું ગૌરવ મળ્યું! જોધપુરમાં દેશનું ત્રીજું અક્ષરધામ મંદિર : ૨૫મીએ ઉદઘાટન : જોધપુર હવે ભવ્ય અક્ષરધામ મંદિર ધરાવતું દેશનું ત્રીજું શહેર બન્યું: આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાને જ નહીં પરંતુ રાજસ્થાનની સંસ્કૃતિ, પર્યટન અને વૈશ્વિક માન્યતાને નવી દિશા પણ આપશે : અક્ષરધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૯ થી ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલશેઃ મંદિર સંકુલ ૪૨ વીઘામાં ફેલાયેલું છે, જેમાં મુખ્ય મંદિર ૧૦ વીઘામાં ફેલાયેલું છે. તેના મુખ્ય દરવાજા ૧૯૧, ૧૮૧ અને ૧૧૧ ફૂટ ઊંચા છે. તેમાં ૨૮૧ સ્તંભો, ૧૨૧ કમાનો અને ૧૫૧ મૂર્તિઓ છે9:54 AM IST
મહત્વનાં સમાચારો ઉડતી નજરે5:25 PM IST
૨૪ કલાકમાં ઢગલાબંધ દેશોમાં અનેક ભૂકંપ4:12 PM IST
દુઃખદ: પિતાના અવસાનના આઘાતમાં ડૂબેલો યુવા સ્પિનર ડ્યુનિથ વેલાલાગે એશિયા કપ છોડીને ઘરે પરત ફર્યો!: અફઘાનિસ્તાન સામેની જીતની ખુશી, શોકમાં ફેરવાઈ : મેચ બાદની વિધિઓ પૂરી થયા પછી જ વેલાલાગેને આ કરુણ સમાચાર મળ્યા હતા. આ ઘટનાએ શ્રીલંકાના ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાવી દીધી છે, તે ટીમનો મહત્વપૂર્ણ ભાગ 3:40 PM IST
પોતાની કોલેજ જતી પુત્રીની સુરક્ષા માટે પિતાનો અનોખો 'કોન્ટ્રાક્ટ': ચીનમાં દરરોજ મેસેજ કરવાના બદલામાં પૈસા, સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય! : ઘણા લોકોએ પિતાના આ કાર્યનું સમર્થન કર્યું: પિતા માત્ર પુત્રીને યાદ કરે છે અને તેની સલામતી વિશે ચિંતિત છે. આ અનોખી રીત કદાચ પુત્રીને રોજ સંપર્કમાં રહેવા માટે પ્રોત્સાહિત કરશે.3:36 PM IST
સસરાની હત્યા બાદ સૌથી વધુ રડનારી વહુ જ નીકળી હત્યારી! : આજકાલ સંબંધોનું મહત્વ માત્ર સ્વાર્થ પૂરતું જ રહેવા પામ્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે વહુએ જ પોતાના પિતાતુલ્ય સસરાને પ્રેમીના હાથે મોતને ઘાટ ઉતારી દીધા હતા : જો કે કોઈને પણ શંકા ન જાય તેવા બનાવનો પોલીસે પાંચ દિવસમાં ભેદ ઉકેલી નાખ્યો 3:27 PM IST
કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ : કાલે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ : મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ : 81 રહેણાકમાં કુલ 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત, દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064 નો આર્થિક લાભ થવાનો અંદાજ2:00 PM IST
અનિરૂધ્ધસિંહ જાડેજાને રાત્રી સુધીમાં સરેન્ડર થવું પડશેઃ સુપ્રિમે સ્ટે પરત ખેંચ્યો : પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહને સુપ્રિમનો ફરી ઝટકોઃ કોર્ટને ગેરમાર્ગે દોરીને હુકમ મેળવ્યાનો સરકારી વકીલે વાંધો ઉઠાવતા એક સપ્તાહની રાહત પાછી ખેચાઇઃ સરન્ડર ન થાય તો પોલીસને શોધખોળ કરી રજૂ કરવા આદેશ2:52 PM IST
ભારતીય કંપનીઓના કાનૂની ખર્ચ ૧૧% વધીને રૂા. ૬૨,૧૪૬ કરોડ થયો : કાનૂની લડાઈમાં અંબાણીની રિલાયન્સને સૌથી મોટું નુકસાન થયું કાનૂની ખર્ચની દ્રષ્ટિએ ટોચના પાંચ ક્ષેત્રોમાં ફાર્માસ્યુટિકલ્સ, આઇટી, ફાઇનાન્સ, તેલ અને ગેસ અને મૂડી માલનો સમાવેશ થાય છે નિફટી ૫૦૦ કંપનીઓનો કુલ કાનૂની ખર્ચ તેમની કુલ આવકના ૦.૩૯% હતો10:21 AM IST
તેલંગાણાના એન્જિનિયરની યુએસ પોલીસે ગોળી મારીને હત્યા કરી : સોફ્ટવેર પ્રોફેશનલ મોહમ્મદ નિઝામુદ્દીન (૨૯) ની ૩ સપ્ટેમ્બરના રોજ કેલિફોર્નિયા, યુએસએમાં પોલીસે ગોળી મારીને હત્યા કરી હતી : તેના રૂમમેટ સાથે ઝઘડા બાદ છરી મળી આવી હતી : પરિવારે વિદેશ મંત્રીને તેના મળતદેહને ભારત લાવવા માટે અપીલ કરી છે10:04 AM IST
ગોવાના ભૂતિયા ઍરપોર્ટ" નામનો એક વીડિયો પોસ્ટ કર્યો :ફેક ન્યુઝ બદલ અક્ષય વશિષ્ઠ નામના યુવકની ધરપકડ : પોતાની ફેસબુક ચેનલ "રીઅલ ટોક ક્લિપ્સ" પર "ગોવાના ભૂતિયા ઍરપોર્ટ" નામના વીડિયોમાં મોપા સ્થિત મનોહર આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ વિશે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપી ભૂતિયા સ્થળ હોવાનો દાવો કર્યો 9:41 PM IST
અમેરિકામાં ગુજરાતી મહિલા કિરણ પટેલની ગોળી મારીને હત્યા: લૂંટના ઈરાદાથી સ્ટોર પર કર્યો હુમલો : સાઉથ કેરોલાઈના યુનિયન કાઉન્ટીમાં 49 વર્ષીય કિરણ પટેલ ડીડી’સ ફુડ માર્ટ નામના ગેસ સ્ટેશન અને સ્ટોરનું સંચાલન કરતી હતી: હુમલાકર્તા લૂંટ કરવા આવ્યા: કિરણ પટેલ તેમને પૈસા આપતા પહેલાં જ તેઓએ ગોળીબાર શરૂ કરી દીધો10:10 PM IST
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સરકારની કર આવક જાહેર : કુલ નેટ પ્રત્યક્ષ કર સંગ્રહ ૯.૧૮% વધ્યો, જે ₹૧૦.૮૨ લાખ કરોડને પાર પહોંચ્યો (ન્યૂઝફર્સ્ટ) : કુલ ગ્રોસ ટેક્સ કલેક્શન ₹૧૨.૪૩ લાખ કરોડ રહ્યું, જ્યારે એડવાન્સ ટેક્સમાં માત્ર ૨.૯૦%નો નજીવો વધારો નોંધાયો : કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ કરનો સંપૂર્ણ આંક જાહેર10:49 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાપોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારે પોલીસ જાપ્તા સાથે લેવાયા કસ્ટડીમાં : જુઓ વિડીયો : કોર્ટના આદેશ મુજબ જૂનાગઢ જેલ ખાતે મોકલી અપાયા, જ્યારે રાત્રિના ૮ વાગ્યા બાદ અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં પોલીસ કબ્જો લેશે : કોર્ટ બહાર સમર્થકોની ભારે ભીડથી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનો ધાડેધાડા ઉતર્યો5:44 PM IST
બાળકો રોજિંદા જીવનમાં ખેલકૂદને વણી લે અને ગમતી કોઈ એક રમત માટે આજીવન એક કલાક ફાળવે તો તેમનું ભવિષ્ય ઉજજવળ બનશે : રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સાદરા ખાતે ત્રિ-દિવસીય ખેલ ભારતી-૨૦૨૫ કાર્યક્રમનો શુભારંભ : ખેલકુદ થકી બાળક સશક્ત બને છે, બાળકોમાં સહકાર અને સંકલનનો ભાવ કેળવાય છે, તે ક્યારેય ડિપ્રેશનનો ભોગ બનતું નથી,મેદસ્વિતાથી દૂર રહે છે ,સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે બાળકો માતા પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વાળે, સ્વદેશી વસ્તુને જ ઘરમાં લાવવાનો સંકલ્પ લે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : મેદાન જીવનના પાઠ ભણાવે છે.,કોઈપણ ક્ષેત્રમાં જાવ જીત કે હાર કાયમી નથી : પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા4:50 PM IST
વિજેતા વિદ્યાર્થીઓને કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક : GUJCOST દ્વારા ગાંધીનગર ખાતેથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે હેતુથી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’નું લોન્ચિંગ કરાયું : વિજેતાઓને ઇનામ ઉપરાંત અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત તેમજ STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની સોનેરી તક મળશે: DST સચિવ સુશ્રી પી. ભારતી4:36 PM IST
કૃષિ યાંત્રિકીકરણ પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર સહિતની મશીનરીની ખરીદી માટે રાજ્યના ૧,૯૨,૭૦૦થી વધુ ખેડૂતોને પૂર્વ મંજૂરી હુકમ અપાયા : ચાલુ વર્ષથી ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે : બજેટમાં ટ્રેક્ટર ખરીદી માટે ગત વર્ષની સરખામણીએ બમણી રૂ. ૮૦૦ કરોડ અને અન્ય મશીનરીની ખરીદી માટે બમણાથી પણ વધુ રૂ. ૫૯૦.૯૮ કરોડની જોગવાઈ : ગુજરાત સરકારે છેલ્લા એક દાયકામાં ટ્રેકટર માટે ૩.૨૪ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૫૪૨ કરોડ તેમજ અન્ય મશીનરી માટે ૩.૭૯ લાખ ખેડૂતોને રૂ. ૧,૨૩૮ કરોડની સહાય આપી2:03 PM IST
કચ્છમાં નૂતન કોલેજ ભવન નવ નિર્માણ અર્થે ગીતાબેન રબારી : દ્વારા શ્રી ઢેબર રબારી શૈક્ષણિક સંકુલ અંજારને ૨૧ લાખનું અનુદાન પ્રેરણાને સાર્થક કરવાનો મોકો મને સમાજે આપ્યો છે : ગીતાબેન રબારી ગુજરાતની દીકરીઓના ભણતરની ચિંતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે તો તો આપણે પોતે આપણી ફરજ સમજીને દીકરીને નિશાળે મોકલવી પડે : લોક ગાયિકા ગીતાબેન રબારીના પિતા કાનાભાઈ રબારીના આ શબ્દો યાદગાર3:42 PM IST
દેડિયાપાડાના કુકરદા ગામના ગંભીર નવજાત શિશુને નવજીવન આપતા રાજપીપળા સિવિલના ડોકટરો : એક દિવસના બાળકને રાજપીપળા સિવિલમા શ્વાસની તકલીફમાં રિફર કરાયો, જેમાં ડોકટરોએ સતત મહેનત કરી બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો: સિવિલના બાળકોના ડોકટર રિતેશ પરમાર, ડોકટર ચિંતન ભીમસેન સહિતના ડોક્ટરોએ બાળકને બચાવવા તનતોડ મહેનત કરી10:17 PM IST
પશ્ચિમ ક્ષેત્રની પાવર યુટિલિટીઝ માટે એકતા નગર ખાતે સાઇબર સિક્યુરિટી જાગૃતિ વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો : કેન્દ્રીય સરકાર, રાજ્યની પાવર યુટિલિટીઝ તેમજ ખાનગી ક્ષેત્રની પાવર યુટિલિટીઝ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દમણ-દીવ તથા દાદરા-નગર હવેલી સંઘપ્રદેશોમાંથી 200 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો8:57 PM IST
પોલીસ કમિશ્નરની કચેરી સુરત દ્વારા પ્રોહીબીશનની કામગીરી : પોલીસે જુદી-જુદી જગ્યાએ કુલ-૭૮ કેસો કરીને દેશી દારૂ ના કુલ-૨૬ કેસમાં દેશી દારૂ ૧૩૩ લિટર ઝડપાયો : જુઓ વિડિયો : ઇગ્લીશ દારૂ ના-૦૪ કેસમાં નાની મોટી બાટલી નંગ-૧૮ જેની કિ.રૂ. ૪૫૬૦/- તથા ઇગ્લીશ દારૂના પાઉંચ નંગ-૪૪ જેની કિં.રૂ.-૨૫૦૮ સહિત રૂ.૧૧,૦૨૮/- નો મુદ્દામાલ પકડીને પીધેલા-૪૯ સહીત કુલ-૭૮ આરોપીઓની અટક4:40 PM IST
ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી, આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક-એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : ગાંધીનગર પાસેના એક ગામમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આસામનો વિધર્મી યુવાન ફલાઇટમાં આસામ ભગાડી ગયો હતો: ગાંધીનગર પોલીસે આસામ ખૂંદીને આરોપીને શોધી પાડ્યો, યુવતીને સુરક્ષિત પરત લવાઈ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા1:59 PM IST
કાલે PM ભાવનગરમાં.. અભેદ સુરક્ષામાં છેદ ન થાય તેની જવાબદારી ૧૧ SPઓને શિરે... : ફાઇનલ રિહર્સલ શરૂ, એડી.ડીજી પી.કે. રોશન ભાવનગર પહોંચ્યા, વડાપ્રધાન કાર્યાલય, spg લાઈઝનિંગ માટે ASLO તરીકેની મોટી જવાબદારી રેન્જ વડા ગૌતમ પરમારને સુપ્રત કરવા નિર્ણય : એસપી નિતેશ પાંડે ટીમ દ્વારા ફુટ પેટ્રોલિંગ, મોબાઈલ પેટ્રોલિંગ, તમામ પ્રવેશદ્વાર પર નાકાબંધી, શંકાસ્પદ સ્થળો પર પરોઢ સુધી કોમ્બિંગ, કાઉન્ટડાઉન શરૂ : ઓપરેશન સિંદુર પછીની પરિસ્થિતિ બાદ સેન્ટ્રલ એજન્સીઓની ઇનપુટ આધારે અનુભવી સિનિયર IPS એવા રેન્જ IGP દ્વારા જાતે સુકાન સંભાળ્યું3:06 PM IST
નવરાત્રિ પર્વઃ ગુજરાતના ઇતિહાસમાં સોૈ પ્રથમ વખત પ્રજાને સુરક્ષાના અહેસાસ સાથે લુખ્ખાઓને ‘સખણા રહેજો'નો મેસેજ આપવા પોલીસનું શક્તિ પ્રદર્શન : આખા વડોદરાની પોલીસ, અર્ધ લશ્કરી દળ દ્વારા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર, ક્રાઈમ બ્રાન્ચ વડા લીના પાટીલની આગેવાનીમાં ફ્લેગ માર્ચ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય, સીઆઇડી વડા મનોજ અગ્રવાલની સૂચના મુજબ રાજ્યભરમાં ૭૦૦થી વધુ ‘શી' ટીમ ગરબા સ્થળે એક્ટિવ રાખવા સીઆઇડી એડી ડીજી અજય ચોૈધરી દ્વારા નિર્ણય અમદાવાદમાં ૪૦૦ થી વધુ કાર ગરબા સમયે પેટ્રોલિંગ માટે રિઝર્વઃ ૪૯ પોલીસ મથકની ‘શી' ટીમો નવરાત્રી સુધી જે તે પોલીસ મથકને બદલે પોલીસ કંટ્રોલ રૂમ અંડરમાં મુકી દેતા સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક2:21 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલે જન્મદિવસે માતળગયા તીર્થ સિધ્ધપુરમાં માતળશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યુ : માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવસ્મરણ છે : ભૂપેન્દ્રભાઈ પટેલ : પાણી માટે માતા હીરાબાએ વેઠેલા સંઘર્ષ અને વેદના જોઈને પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો હતો : મુખ્યમંત્રી : ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત - પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિ3:32 PM IST
કાલે મનપાનું જનરલ બોર્ડઃ તંદુરસ્ત ચર્ચા થશે કે હો...હા...દેકારો... : ભાજપે હંમેશાની જેમ પ્રજાહિતની ચિંતાના બદલે ચીલાચાલુ પ્રશ્નો પુછયાઃ જયારે કોંગ્રેસે રોડ-રસ્તા,કૌભાંડની માહિતી સહિતના પ્રશ્ન રજુ કર્યા : નગરસેવકોના ર૦ તથા કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ ૧ર સહિત કુલ ૩ર પ્રશ્નો રજુ કર્યાઃ ભાજપના કોર્પોરેટર વર્ષાબેન રાણપરાના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ3:04 PM IST
પતિ-જેઠાણીના આડાસંબંધની જાણ દિપીકાબેને સાસુને કરતાં તેણે કહ્યું-આવું તો ચાલ્યા કરે! : લગ્નના સાત મહિના બાદ ત્રાસ શરૂ થયોઃ મંદ બુધ્ધીની છો, તારી મમ્મીએ કામ શીખવ્યું નથી : હાલ ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતાં પરિણીતાની મોરબી રોડ શિવધારામાં રહેતાં પતિ પ્રકાશ ઝીંઝુવાડીયા, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ3:09 PM IST
મહિલાનું અપહરણ-ધમકીના ગુનામાં ફરાર ૧૩ ગુનામાં સામેલ ચિરાગ ઉર્ફ બકાલી ઝડપાયો : રણજીત ઉર્ફ ટિકીટને એસઓજીએ માદક પદાર્થ સાથે પકડયો તેની બાતમી મહિલાએ આપી હોવાની શંકા કરી અપહરણ કરી કોર્ટમાં લઇ જઇ ખોટુ સોગંદનામુ કરાવ્યું હતું એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્ક્વોડના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પકડી તાલુકા પોલીસને સોંપ્યો2:20 PM IST
રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મનું ફેબ્રીકેશનનું કામ પુરુ કર્યા પછી ૮ લાખ ન ચુકવાયાનો આક્ષેપ : ગાંધીગ્રામના ઋષિક ચાવડાની આદિપુરની પેઢી વિરૂધ્ધ ફરિયાદ માત્ર ત્રણ લાખ ચુકવી બાકીની રકમ ન આપતાં યુવાન આર્થિક મુશિબતમાં મુકાઇ ગયાઃ ઉઘરાણી કરતાં ધમકી ભર્યો ફોન આવ્યોઃ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી3:51 PM IST
ક્લબ યુવીમાં નવરાત્રી પૂર્વ સંધ્યાઍ ૫ હજાર બહેનોનો ઉમા કળશ સાથે મહારાસ : નવી પરંપરાનું સર્જક કલબ યુવીમાં સંસ્કારી, સુરક્ષીત ભકિતસભર નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ પરંપરાગત દક્ષિણ ભારતીય શૈલીનું ૮૦ ફુટનું વિશાળ મા ઉમિયાનું મંદિરઃ ૪૦ ફુટ ના વિશાળ એન્ટ્રીમાં આદ્યશકિતના નવ સ્વરૂપને ઉજાગર કરતા નવ મંદિરો આકર્ષણ નું કેન્દ્ર મહેમાનો, ખેલૈયાઓ, દર્શકો માટે અલગ-અલગ રજવાડી ભવ્યાતિભવ્ય ગેઇટઃ અદ્યતન સિક્યોરીટીઃ ખેલૈયાઓને ઝુમાવવા માટે પ્રથમવાર ગાયક કલાકારો મેઇન સ્ટેજ તથા સેન્ટર સ્ટેજ પરથી પરફોર્મન્સ આપશે2:51 PM IST
રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ વૃધ્ધ વિપ્રદંપતીને માતા-પિતા તરીકે દતક લીધાઃ જીવનભર પુત્ર બની સેવાનો સંકલ્પ કર્યો :જુઓ વિડીયો : હું એક સમયે મજુરી કરતો હતો, મારાં માતા પિતાનાં આશિર્વાદથી આ સ્થાને પહોંચ્યો છું, બ્રાહ્મણ સ્વરુપા નવા માતા પિતા મેળવ્યાં છે ત્યારે મારાં જીવનને ધન્ય માનું છેઃ અલ્પેશ ઢોલરીયા11:52 AM IST
નવા થોરાળામાંથી ક્રાઇમ બ્રાંચે રીઢા શખ્સ અયુબ ઓડીયાને ૨.૭૭ લાખના વિદેશી દારૂ સાથે પકડયો : હત્યા, લૂંટ, હથીયાર, મારામારી, દારૂના ૧૧ ગુનામાં સામેલ શખ્સ જથ્થા સાથે ઝડપાયો ગંજીવાડાનો રવિ વાળા આપી ગયાનું કબુલ્યું: દિલીપભાઇ બોરીચા, જયરાજભાઇ કોટીલા, વિશાલભાઇ દવેની બાતમીઃ પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવ અને પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમનો દરોડો2:20 PM IST
શક્તિની ભક્તિ...સનાતન ધર્મની જ્યોત પ્રગટાવતી ધોળકીયા સ્કૂલની ગરબી : ચાચર ચોકમાં પાંચ હજાર વર્ષથી ચાલી આવતી પ્રાચીન ગરબીના દર્શન કરાવશેઃ હાઈડ્રોલીક સ્ટેજમાં માતાજીના દર્શન મંચ ઉપર પર્વત ઉપરથી માતાજીનું રથમાં આગમન થશેઃ મોગલ રાસ, અંબા આરાધના, ખોડલરાસ, મન મરો બની થનગાટ કરે જેવા દરરોજ ૩૦૦થી વધુ બાળાઓ દ્વારા અવનવા રાસ રજૂ કરાશેઃ પ્રાચીન ગરબાઓના સૂર, તાલને ભક્તિરસમાં ઝબોળીને પીરસાશે બાળાઓ3:13 PM IST
જામનગરમા શ્રી ૫ નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે આજથી ૨ ઓક્ટોમ્બર સુધી ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટય મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ : જામનગર અને આસપાસના અન્ય રાજ્યો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થતિમાં તારતમ સાગરની અખંડ પારાયણના : શુભારંભ બાદ શ્રી કળષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી ૧૦૮ કળષ્ણમણીજી મહારાજ અને ઉપસ્થિત સંતો મહંતોએ ધાર્મિક પ્રવચન કર્યું 1:18 PM IST
મોરબીના મહેન્દ્રનગર પાસે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા તમામ જ્ઞાતિ માટે "સનાતન"નવરાત્રીનું ભવ્ય આયોજન. : બહેનો માટે ફ્રી એન્ટ્રી : ગામઠી થીમ અને છત્રપતિ શિવાજીનું ભવ્ય સ્ટેચ્યુ બનશે આકર્ષણનું કેન્દ્ર : નો તિલક, નો એન્ટ્રી : 14 વીઘાના વિશાળ ગ્રાઉન્ડમાં 10થી 12 હજાર ખેલૈયાઓ રમી શકે તેવી વ્યવસ્થા : આયોજક અજય લોરીયાએ જાહેર કરી વિગતો11:23 PM IST
વિસાવદરના જાંબુથાળાના મકરાણી માલધારી પરિવારને ન્યાય આપો : જહાંગીર બ્લોચ : ગુજરાત રાજ્ય સમસ્ત બલોચ મકરાણી સમાજના પ્રમુખ જહાંગીર બ્લોચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તલસ્પર્શી વિસ્તૃત રજૂઆત કરી : વન વિભાગના અધિકારી-કર્મચારીઓના માનસિક ત્રાસના કારણે મૃત્યુ પામનાર માલધારી યુવાનનો પરીવાર નિરાધાર બન્યો10:50 PM IST
વિસાવદરના ‘જાંબુથાળા માલધારી પ્રકરણ'માં રાહુલ ગાંધીની એન્ટ્રીનાં સમાચારોના ધમધમાટ વચ્ચે આખરે વન અધિકારી-કર્મચારીઓ સામે ગુનો નોંધાયોઃ સ્વજનોએ મકરાણી માલધારી યુવાનનો મૃતદેહ સ્વીકાર્યોઃ અશ્રુભીની આંખે દફનવિધિઃ ભાવુક દ્રશ્યો સર્જાયા : જાંબુથાળાના માલધારીના મોતના મામલે રેન્જર, ફોરેસ્ટર અને ગાર્ડ સામે ગુનો નોંધાયોઃ મોડી રાતે બે વાગ્યે ફરિયાદ દાખલ કર્યાની જાણ કરવામાં આવીઃ ફરિયાદ નોંધાતા આખરે પરિવારે ૩૨ કલાક બાદ સવારે મૃતદેહ સ્વીકાર્યોઃ માલધારીઓની મક્કમતા સામે તંત્રના ધમપછાડા નિષ્ફળઃ અંતે, RFO, ફોરેસ્ટર, ગાર્ડ સામે માલધારીને મરવા મજબૂર કર્યાનો ગુનોઃ ૩૨ કલાક સુધી ઈન્કાર કરતી પોલીસે રાત્રિના અઢી વાગ્યે ફરિયાદ લીધીઃ ACFનુ નામ ફરિયાદમાં નથી..!!12:09 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ટોસની માત્ર ચાર મિનિટ પહેલા, એસીસી મેનેજરે મેચ રેફરી પાયક્રોફ્ટને જાણ કરી: ભારત-પાકિસ્તાન મેચ: કેપ્ટનોએ હાથ ન મિલાવ્યા, આખો વિવાદ ખુલ્લો પડ્યો!: મેચના રોમાંચ ઉપરાંત રાજકીય તણાવ પણ ઉમેર્યો : આઈસીસીએ જણાવ્યું કે પાયક્રોફ્ટે કોઈ નિયમનો ભંગ કર્યો નથી: તેણે પરિસ્થિતિને વ્યવસાયિક રીતે સંભાળી: ટોસની પવિત્રતા જાળવી રાખી સંભવિત શરમજનક સ્થિતિને ટાળી6:16 PM IST
દુઃખદ: પિતાના અવસાનના આઘાતમાં ડૂબેલો યુવા સ્પિનર ડ્યુનિથ વેલાલાગે એશિયા કપ છોડીને ઘરે પરત ફર્યો!: અફઘાનિસ્તાન સામેની જીતની ખુશી, શોકમાં ફેરવાઈ : મેચ બાદની વિધિઓ પૂરી થયા પછી જ વેલાલાગેને આ કરુણ સમાચાર મળ્યા હતા. આ ઘટનાએ શ્રીલંકાના ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાવી દીધી છે, તે ટીમનો મહત્વપૂર્ણ ભાગ 3:43 PM IST






































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


















































































































































































































