<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

નવા થોરાળામાંથી ક્રાઇમ બ્રાંચે રીઢા શખ્‍સ અયુબ ઓડીયાને ૨.૭૭ લાખના વિદેશી દારૂ સાથે પકડયો

હત્‍યા, લૂંટ, હથીયાર, મારામારી, દારૂના ૧૧ ગુનામાં સામેલ શખ્‍સ જથ્‍થા સાથે ઝડપાયો ગંજીવાડાનો રવિ વાળા આપી ગયાનું કબુલ્‍યું: દિલીપભાઇ બોરીચા, જયરાજભાઇ કોટીલા, વિશાલભાઇ દવેની બાતમીઃ પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવ અને પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૯: શહેરના નવા થોરાળામાં રહેતાં અને અગાઉ હત્‍યા, લૂંટ, મારામારી, દારૂ સહિતના ૧૧ ગુનામાં સંડોવાઇ ચુકેલા નામચીન શખ્‍સે ઘરમાં દારૂનો જથ્‍થો ઉતાર્યો હોવાની બાતમી પરથી શહેર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેને રૂા. ૨,૭૭,૨૮૦ના દારૂના જથ્‍થા સાથે ઝડપી  લીધો હતો. પુછતાછમાં ગંજીવાડાના શખ્‍સનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ દારૂ-જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. દિલીપભાઇ બોરીચા, જયરાજભાઇ કોટીલા અને કોન્‍સ. વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે નવા થોરાળા-૧ ખાતે રહેતાં અવેશ ઓડીયાએ ઘરમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉતાર્યો છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં તેના ઘરમાંથી રૂા. ૧,૧૧,૨૪૦નો બેલેન્‍ટાઇન બ્રાન્‍ડનો ૩૬ બોટલ દારૂ, ૧,૧૧,૨૪૦નો રેડ લેબલ બ્રાન્‍ડનો ૩૬ બોટલ દારૂ તથા રૂા. ૩૪૮૦૦નો ટીચર્સ બ્રાન્‍ડનો ૧૨ બોટલ દારૂ મળી આવતાં તે તથા ૨૦ હજારનો મોબાઇલ ફોન કબ્‍જે કરી અવેશ અયુબભાઇ ઓડીયા (ઉ.વ.૨૮-રહે. નવા થોરાળા-૧, ખોડિયાર ડેરીની બાજુમાં)ની ધરપકડ કરવામાં આવી હતી.

પુછતાછમાં અવેશે આ દારૂ ગંજીવાડાના રવિ રાજુભાઇ વાળા પાસેથી લીધાનું કહેતાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ અવેશ ઓડીયા નામચીનની છાપ ધરાવે છે. તે અગાઉ થોરાળા, એ-ડિવીઝન, પ્ર.નગર, આજીડેમ પોલીસમાં દારૂ, લૂંટ, હત્‍યા, મારામારી, આર્મ્‍સ એક્‍ટ સહિતના ૧૧ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. સંજયભાઇ રૂપાપરા, દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી. 

(2:20 PM IST)