<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપલાના N.S.S. વિભાગ દ્વારા પીએમને પોસ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ કરાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :શ્રી રત્ન સિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપલા ના  N.S.S. વિભાગ દ્વારા કોલેજના આચાર્ય ડો હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ કોલેજ એન.એસ.એસ. વિભાગના સહાયક કોર્ડીનેટર પ્રા હીના માલી દ્વારા  વડાપ્રધાનના સ્વદેશી અભિયાન અંતર્ગત પોસ્ટકાર્ડ લખવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

  આ કાર્યક્રમ અંતર્ગત આપેલ વિષયો જેમ કે સ્વદેશી આપણું સ્વાભિમાન છે, “સ્થાનિકને સહારો આપવો એટલે સ્વદેશને મજબૂત બનાવવો.,“ભારતીય બનવું છે તો ભારતીય વસ્તુઓ અપનાવવી પડશે, “આપણી ધરતીનું, આપણી મહેનતનું અને આપણી સંસ્કૃતિનું સન્માન–સ્થાનિક પ્રત્યે અભિમાન,“આત્મનિર્ભર ભારત – વિશ્વ ગુરુ બનવાનું સપનું.”,સ્થાનિક આપનું ગૌરવ, આપનું આભિમાન, આપનું ભવિષ્ય વગેરે વિષયો પર વડાપ્રધાન ને સંબોધીને કૉલેજના વિદ્યાર્થિઓએ પોસ્ટકાર્ડ લખ્યા હતા. આમ વિદ્યાર્થીઓમાં સ્વદેશી અપનાવવા માટેની જાગૃતિ ઉદભવી હતી.

(10:19 PM IST)