News of Saturday, 20th September 2025
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર ટોળાએ ઘેરાવ કર્યો :હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્યું
ઈન્ફ્લુએન્સર દ્વારા આરોપ સાથે વીડિયો વાયરલ કરતા હોબાળો :ટોળાએ પથ્થરમારો કર્યો હોવાની પ્રાથમિક વિગતો: ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર ટોળાએ હોબાળો મચાવતા વાતાવરણ તંગ બન્યું છે. જેમાં એક જ સમુદાયના લોકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો.ઈન્ફ્લુએન્સરને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઈન્ફ્લુએન્સર દ્વારા માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઈન્ફ્લુએન્સર દ્વારા આરોપ સાથે વીડિયો વાયરલ કરતા હોબાળો થયો હતો. જેમાં ટોળાએ પથ્થરમારો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
જેને પગલે કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે માટે રેન્જ આઇજી, એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કુમક ખડકી દેવામાં આવી છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
