<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

નાણાપંચના અધ્‍યક્ષ શુભત્‍વના સંગાથી યમલ વ્‍યાસનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના ચોથા નાણાપંચના અધ્‍યક્ષ જાહેર જીવનના જાણીતા શ્રેષ્‍ઠી શ્રી યમલ વ્‍યાસ (અમદાવાદ) માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. આજે ૧૯ સપ્‍ટેમ્‍બરે તેમણે યશસ્‍વી જીવનના ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. નાણાપંચનું સુકાન સંભાળ્‍યા બાદ તેમનો પ્રથમ જન્‍મદિન છે.

શ્રી યમલ વ્‍યાસ સુપ્રસિધ્‍ધ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટ છે. તેઓ ત્રીજા નાણાપંચના પુર્ણકાલીન સભ્‍ય, પ્રદેશ ભાજપ મીડિયા સેલના સંયોજક, પાર્ટીના મુખ્‍ય પ્રદેશ પ્રવકતા વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે. નેશનલ હાઉસીંગ બોર્ડના ડીરેકટર તરીકે તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. અર્થશાષાના ક્ષેત્રમાં તેમનો ઉંડો અભ્‍યાસ છે. જન્‍મદિનની શુભેચ્‍છાના સાભાર પ્રત્‍યુતરમાં તેઓ કહે છે ‘વરસાદ જેવા મારા શુભેચ્‍છકો અને માટી જેવો હું, વરસતા રહે તેઓ અને મહેકતો રહુ હું...'

મો. ૯૮રપ૩ ૧૧૭૭૭ અમદાવાદ.

(11:49 AM IST)