<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મહિલાનું અપહરણ-ધમકીના ગુનામાં ફરાર ૧૩ ગુનામાં સામેલ ચિરાગ ઉર્ફ બકાલી ઝડપાયો

રણજીત ઉર્ફ ટિકીટને એસઓજીએ માદક પદાર્થ સાથે પકડયો તેની બાતમી મહિલાએ આપી હોવાની શંકા કરી અપહરણ કરી કોર્ટમાં લઇ જઇ ખોટુ સોગંદનામુ કરાવ્‍યું હતું એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્‍ક્‍વોડના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પકડી તાલુકા પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. ૧૯: શહેરમાં રહેતી એક મહિલાએ એમડી ડ્રગ્‍સ મામલે રણજીત ઉર્ફ ટિકીટની એસઓજીને બાતમી આપી પકડાવી દીધાનો ખાર રાખી રણજીત ઉર્ફ ટિકીટના ભાઇ તેમજા સાગ્રીત ચિરાગ બકાલી સહિતે આ મહિલાને વાત કરવાના બહાને કાલાવડ રોડ પર કણકોટ પાટીયે બોલાવી અપહરણ કરી ચોૈધરી હાઇસ્‍કૂલ પાસે વકીલની ઓફિસ નજીક લાવી બાદમાં જામનગર રોડની કોર્ટ ખાતે લઇ જઇ ધમકી દઇ ખોટા સોગંદનામામાં સહી કરાવી લીધી હતી. આ ગુનામાં ફરાર નામચીન ચિરાગને એલસીબી ઝોન-૨ નાસતા ફરતાં સ્‍ક્‍વોડે પકડી લીધો છે.

અપહરણ-ધમકીના ગુનામાં ફરાર ચિરાગ ઉર્ફ બકાલી રાજશેભાઇ મકવાણા (ઉ.વ.૩૮-રહે. મેટોડા ગેઇટ-૩, શ્રીરામ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડ સામે તથા આનંદનગર બાપા સિતારામ ચોક)ને પકડી લઇ તાલુકા પોલીસને સોંપાયો છે. રણજીત ઉર્ફ ટિકીટને એસઓજીએ માદક પદાર્થ સાથે પકડયો ત્‍યારે મહિલાએ તેની બાતમી આપ્‍યાની શંકા રાખી તેણીને વાત કરવા માટે રણજીત ટિકીટના ભાઇ અને સાગ્રીત ચિરાગ બકાલીએ કણકોટ પાટીયે બોલાવી છરીની અણીએ કારમાં અપહરણ કરી કોર્ટમાં લઇ જઇ ખોટા સોગંદનામામાં સહીઓ લઇ લીધી હતી. આ ગુનામાં  ફરાર ચિરાગ ઝડપાઇ ગયો છે.

પોલીસના કહેવા મુજબ ચિરાગ ઉર્ફ બકાલી રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. તેના વિરૂધ્‍ધ ભક્‍તિનગર, ડીસીબી પોલીમસાં મારામારી, દારૂ, હત્‍યાની કોીશષ સહિત ૧૩ ગુના નોંધાઇ ચુક્‍યા છે અને એક વખત પાસામાં પણ જઇ આવ્‍યો છે. તાલુકા પોલીસે ચિરાગની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત સ્‍ક્‍વોડના પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્‍સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી. 

(2:20 PM IST)