<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

આજે સાંજે ભારત-ઓમાન વચ્‍ચે જંગ

યુવા ખેલાડીઓને તક મળશેઃ પિચ શરૂઆઅતમાં ફાસ્‍ટ બોલરોને મદદરૂપ બનશે

નવી દિલ્‍હીઃ એશિયા કપ ૨૦૨૫ માં ભારત વિ. ઓમાનની ૧૨મી મેચ આજે એટલે કે, શુક્રવાર અબુ ધાબીના શેખ ઝાયદ સ્‍ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે ૮ વાગે શરુ થશે, સાંજે ૭:૩૦ વાગ્‍યે ટોસ કરવામાં આવશે.

એશિયા કપના આગામી રાઉન્‍ડ, સુપર ૪ માટે ભારતની ટીમ પહેલાથી ક્‍વોલિફાય થઈ ગઈ છે. આથી આ મેચ ભારતની ટીમ માટે પ્રેક્‍ટિસ મેચ જેવી હશે. તો ઓમાન એશિયા કપમાં પોતાની પહેલી જીત માટે મેદાનમાં ઉતરશે. ઓમાન અત્‍યાર સુધી યુએઈ અને પાકિસ્‍તાન સામે મેચ રમી ચૂક્‍યું છે જેમાં બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્‍યો હતો.

એશિયા કપમાં અબુ ધાબીનું આ સ્‍ટેડિયમ બેટ્‍સમેન માટે અનુકુળ રહ્યું છે. અહીં રમાયેલી ૬ મેચમાં પાંચ ટીમો ૧૫૦ રન કે તેથી વધુ રન કરવામાં સફળ રહી છે. ફાસ્‍ટ બોલરોને શરૂઆતની કેટલીક ઓવરોમાં સારો એવો સ્‍વિંગમાં મદદ પણ મળે છે. પરંતુ ત્‍યાર બાદ આ પિચ બેટ્‍સમેન માટે ઇઝી બની જાય છે.

(2:43 PM IST)