<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

દાંતનું ઓપરેશન કરાવ્‍યા બાદ બગસરાના કાંતાબેનની હાલત બગડીઃરાજકોટમાં મૃત્‍યુ

અમદાવાદ ખાતે ઓપરેશન કરાવાયું હતું: પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: બગસરામાં આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં કાંતાબેન તુલસીભાઇ લડવા (ઉ.વ.૭૦) નામના વૃધ્‍ધાનું અમદાવાદ ખાતે દાંતનું ઓપરેશન કરાવાયા બાદ તબિયત લથડતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું આજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ કાંતાબેનને દાંતમાં સખત દુઃખાવો થતો હોઇ અમરેલી સારવાર કરાવ્‍યા બાદ ત્‍યાંના ડોક્‍ટરને દાંતમાં કેન્‍સર હોવાની શંકા ઉપજતાં અમદાવાદ ખાનગી હોસ્‍પિટલમાં મોકલ્‍યા હતાં. જ્‍યાં ડોક્‍ટરે તા. ૪ના રોજ ઓપરેશન કર્યુ હતું. જો કે દાંતના ઓપરેશન બાદ કાંતાબેનની હાલત બગડી ગઇ હતી અને બેભાન જેવા થઇ જતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તબિબને બનાવ બાબતે થોડી શંકા હોઇ પોલીસ કેસ જાહેર કર્યો હતો. સારવાર દરમિયાન આજે કાંતાબેને દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનારના પતિ છુટક મજૂરી કરે છે. સંતાનમાં બે દિકરો અને એક દિકરી છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેશભાઇ ચાવડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે બગસરા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:00 AM IST)