<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સાવરકુંડલામાં પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુની તેમના પિતાશ્રી હઝરત ગુલામ અલીબાપુની દરગાહ પાસે દફનવિધિ : એકાદ લાખથી વધુ લોકોની અશ્રુભીની અંજલી : શૈક્ષણિક સંકુલમાં ઝનાઝાની નમાઝ પઢાવાઈ : અંતિમયાત્રા સમયે સમગ્ર શહેર શોકમય બંધ : આલિમો સહિત સમાજશ્રેષ્ઠીઓ-અનુયાયીઓની વિશાળ ઉપસ્થિતિ : ગત રાત્રીથી આજ સાંજ સુધી વિનામુલ્યે ચા-પાણી-નાસ્તાની સેવકો દ્વારા વ્યવસ્થા કરાઈ : હિન્દુ-મુસ્લીમ એકતાના અનેરા દર્શન : સાવરકુંડલાએ હસ્તી ગુમાવ્યાનો સૌને અહેસાસ: સમાજ સુધારક-પ્રખર કેળવણીકાર પરદો કરી ગયા : ઉતરાધિકારી તેમના એકમાત્ર સુપુત્ર મુનિરબાપુ : ઝીયારતની તારીખ-સમય હવે પછી જાહેર કરાશે (તસવીર-અહેવાલ : યાસીન બ્લોચ, વિસાવદર)12:07 AM IST

મમતા બેનરજીના સાથીદાર અને સાંસદ સાંકેત ગોખલે વિરૂધ્‍ધ પીએમએલએ કાનૂન હેઠળ ગુનાઓ દાખલ : લોકો પાસેથી નાણાં ઉઘરાવી અંગત કામોમાં વાપરી નાખ્‍યા ઇડી - એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે તળણમૂલ કોંગ્રેસના સાંસદ સાંકેત ગોખલે વિરુદ્ધ પીએમએલએ કાયદા હેઠળ મની લોન્‍ડરિંગ અંગે ગુનાઓ દાખલ કર્યા છે. ગુજરાત પોલીસે કહ્યું હતું કે તેમણે ક્રાઉડ ફંડિંગ દ્વારા એકત્ર કરેલા નાણાનો દુરુપયોગ કર્યો છે, જ્‍યારે પોતાને આર.ટી.આઈ એક્‍ટિવીસ્‍ટ અને સામાજિક કાર્યકર તરીકે રજૂ કરેલ છે. લોકો પાસેથી એકત્ર કરેલ રકમોનો ઉપયોગ શેરમાં ઇન્‍ટ્રા-ડે ટ્રેડિંગ, ક્રેડિટ કાર્ડના ચુકવણા, પે-ટીએમ દ્વારા ખરીદી, swiggy, zomato, ક્રિપ્‍ટો કરન્‍સીમાં લે-વેચ સહિતના પોતાના અંગત કાર્યો માટે કરેલ છે5:19 PM IST

મમતા બેનરજીના સાથીદાર અને સાંસદ સાંકેત ગોખલે વિરુદ્ધ પીએમએલએ કાનૂન હેઠળ ગુનાઓ દાખલ: લોકો પાસેથી નાણાં ઉઘરાવી અંગત કામોમાં વાપરી નાખ્યા : ઇડી - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાંકેત ગોખલે વિરુદ્ધ પીએમએલએ કાયદા હેઠળ મની લોન્ડરિંગ અંગે ગુનાઓ દાખલ કર્યા છે. ગુજરાત પોલીસે કહ્યું હતું કે તેમણે ક્રાઉડ ફંડિંગ દ્વારા એકત્ર કરેલા નાણાનો દુરુપયોગ કર્યો છે, જ્યારે પોતાને આર.ટી.આઈ એક્ટિવીસ્ટ અને સામાજિક કાર્યકર તરીકે રજૂ કરેલ છે. લોકો પાસેથી એકત્ર કરેલ રકમોનો ઉપયોગ શેરમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ, ક્રેડિટ કાર્ડના ચુકવણા, પે-ટીએમ દ્વારા ખરીદી, swiggy, zomato, ક્રિપ્ટો કરન્સીમાં લે-વેચ સહિતના પોતાના અંગત કાર્યો માટે કરેલ છે.11:12 AM IST

વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનને પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય મીડિયા ઉપર વિશ્વાસ છે, ભારતીય લશ્કર કે મીડિયા ઉપર વિશ્વાસ નથી: જીતન રામ માંજી વિપક્ષો ઉપર તૂટી પડ્યા : દેશના એક સિનિયરમોસ્ટ દલિત નેતા અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન પાકિસ્તાન લશ્કરમાં વિશ્વાસ ધરાવે છે અને ભારતીય લશ્કર માટે શંકાઓ કરે છે. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન આઈએસઆઈ ઉપર વિશ્વાસ મૂકે છે પરંતુ રો ઉપર તેમને વિશ્વાસ નથી. વિપક્ષોનું આ જોડાણ આંતરરાષ્ટ્રીય મીડિયા ઉપર વિશ્વાસ ધરાવે છે પરંતુ ભારતીય મીડિયાને ભાંડવાનો તેમને અભરખો છે. ઇન્ડિયા જોડાણને હિંડેનબર્ગ ઉપર પૂરો વિશ્વાસ છે પરંતુ તેઓ દેશભક્તોને પ્રશ્નો પૂછી રહ્યા છે.11:11 AM IST

વિપક્ષોના ઈન્‍ડિયા ગઠબંધનને પાકિસ્‍તાન અને આંતરરાષ્‍ટ્રીય મીડિયા ઉપર વિશ્વાસ છે, ભારતીય લશ્‍કર કે મીડિયા ઉપર વિશ્વાસ નથી : જીતનરામ માંજી વિપક્ષો ઉપર તૂટી પડયા દેશના એક સિનિયરમોસ્‍ટ દલિત નેતા અને કેન્‍દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ કહ્યું છે કે ઇન્‍ડિયા ગઠબંધન પાકિસ્‍તાન લશ્‍કરમાં વિશ્વાસ ધરાવે છે અને ભારતીય લશ્‍કર માટે શંકાઓ કરે છે. તેમણે કહ્યું કે ઇન્‍ડિયા ગઠબંધન આઈએસઆઈ ઉપર વિશ્વાસ મૂકે છે પરંતુ રો ઉપર તેમને વિશ્વાસ નથી. વિપક્ષોનું આ જોડાણ આંતરરાષ્‍ટ્રીય મીડિયા ઉપર વિશ્વાસ ધરાવે છે પરંતુ ભારતીય મીડિયાને ભાંડવાનો તેમને અભરખો છે. ઇન્‍ડિયા જોડાણને હિંડેનબર્ગ ઉપર પૂરો વિશ્વાસ છે પરંતુ તેઓ દેશભક્‍તોને પ્રશ્‍નો પૂછી રહ્યા છે.5:18 PM IST

દેશભક્તિના રંગે હિલોળે ચડ્યું ગુજરાત: મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યકક્ષાના ચાર અને જિલ્લા કક્ષાના ૩૩, તાલુકા કક્ષાના ૨૫૨ અને ૧૦ હજારથી વધારે ગામોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા: હર્ષ સંઘવી : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧૫ લાખથી વધુ નાગરિકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા :રાજ્યના વિવિધ ૭૫ આઇકોનીક સ્થળો પર યોજાયેલા કાર્યક્રમો બન્યા આકર્ષણનું કેન્દ્ર: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત તિરંગા યાત્રામાં દોઢ લાખ કરતા વધુ જ્યારે સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલ તિરંગા રેલીમાં ૧.૨૫ લાખ કરતા વધુ નાગરિકો જોડાયા:દેવભૂમિ દ્વારકાના ૨,૦૯૦ ફુટની ઉંચાઇ ધરાવતા “આભાપરા” ટેકરી પર લહેરાવેલો તિરંગો તેમજ ૧૩૬ જેટલા સરહદી વિસ્તારોમાં આયોજીત તિરંગા યાત્રા બની આકર્ષણનું કેન્દ્ર8:30 PM IST

આઝાદીના અમર પર્વેએ માતૃભુમિની મુકિત માટે ઉગ્રવાદ(હિંસક) નિતી અપનાવી વિરગતી પામેલ વિરલાઓની અમર રસપ્રદ ગાથા : જહાલવાદ (ઉગ્રવાદ) લડતના જન્‍મદાતા મહારાષ્‍ટ્રના વીર ક્રાંતીકારી વાસુદેવ ફડકે ગણાય છેઃ ઉગ્રવાદી લડતમાં બંગાળ અને મહારાષ્‍ટ્રના અગણીત વીર બહાદુર આઝાદીના લડવૈયાઓ હસ્‍તે મુખે માતૃભૂમિ માટે ફાંસીના માચડે ચડી ગયેલ : પ્રખર ઈતિહાસ લેખકોના મતે સને. ૧૮પ૭ ના બળવાથી જ આઝાદીની લડતના મંડાણ થઈ ચુકેલઃ આપણી આઝાદીની લડત બે વિચાર ધારાથી લડાઈ છે મવાળવાદ અને જહાલવાદ : જહાલવાદ ( ઉગ્રવાદ) લડતના જન્‍મદાતા મહારાષ્‍ટ્રના વીર ક્રાંતીકારી વાસુદેવ ફડકે ગણાય છેઃ ઉગ્રવાદી લડતમાં બંગાળ અને મહારાષ્‍ટ્રના અગણીત વીર બહાદુર આઝાદીના લડવૈયાઓ હસ્‍તે મુખે માતૃભૂમિ માટે ફાંસીના માચડે ચડી ગયેલ : મહારાષ્‍ટ્રના બ્રાહમણ પરિવારના ત્રણ ચાપેકર ભાઈઓ માતૃભૂમિ ની આઝાદી માટે હસ્‍તે મુખે ફાંસી વ્‍હાલી કરેલઃ ઉગ્રવાદી ક્રાંતીકારો ગોરા અધિકારીઓની તો હત્‍યા કરતા જપણ ગદાર સાથીઓને પણ હિંમતથી મોતને ધાટ ઉતારી દેતા : બ્રિટીશ અધિકારીઓની હત્‍યા કરવી સરકારી ખજાના લુંટવા હથિયાર ગૃહ લુંટવાની ક્રાંતીકારોની તાકાત બહાદુરી અને હિંમત કાબેલે દાદ હતીઃ ઉગ્રવાદી લડતના લડવૈયા શ્રી અરવિંદ ધોષ વિચારોમાં પરીવર્તન થતા લડત છોડી પોંડીચર જઈ સાધુ બની આશ્રમ સ્‍થાપેલ :ઉગ્રવાદી ક્રાંતીકારો બ્રિટીશ સરકારને ખત્‍મ કરવા તેજાબી ભાષાના અખબાર પ્રસિઘ્‍ધ કરતા અને ગોરાઓને મોતના ધાટ ઉતારવા વિદેશ જઈ રીવોલ્‍વર બોમ્‍બ બનાવવાની ટેકનીક શીખતાં3:33 PM IST

સાવરકુંડલાના પીરે તરીકત સરકાર સૈયદ દાદાબાપુ ખુદાને પ્‍યારા થઇ ગયા : વિશાળ અનુયાયીઓ શોકમય : ગમગીન માહોલ : શુક્રવારે બપોરે આવેલ મેજર એટેક જીવલેણ નિવડયો : મંગળવાર રાત્રી સુધીની સતત પાંચ દિ' ઘનિષ્‍ઠ તબીબી : સારવાર, દુઆઓ-પ્રાર્થનાઓના અંતે આખરે ‘બાપુ' પરદો કરી ગયા : અમદાવાદ ઝાયડસ હોસ્‍પિટલના તજજ્ઞ તબીબોની પણ અમરેલી હોસ્‍પિટલ સ્‍થિત સ્‍પેશિયલ વિઝિટ કરાવી ‘બાપુ'નુ ચોક્કસ નિદાન-સારવાર માટે માર્ગદર્શન મેળવાયેલ : ‘બાપુ'એ ૬૦૦ મસ્‍જિદ અને ૨૫૦ મદ્રેસાનુ નિર્માણ કરેલુ : ધાર્મિક જ્ઞાન સાથે સામાજીક-દુન્‍યવી જ્ઞાન માટે સા.કુંડલામાં શૈક્ષણિક સંકુલ ઉભુ કરેલુ : જીવનપર્યત વ્‍યસન મુક્‍તિના પ્રણેતા અને કોમી એકતાના પ્રખર હિમાયતી રહ્યા : સૌરાષ્‍ટ્ર-ગુજરાત અને દેશ-વિદેશમાં બિન વિવાદાસ્‍પદ મુઠ્ઠી ઉચેરી આગવી છાપ ઉભી કરી : અંતિમયાત્રામાં માનવ મહેરામણ12:15 PM IST