તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
મેમનગર ગુરુકુલમાં ઘનશ્યામ મહારાજની સમક્ષ રાજોપચાર પૂજન નિલકંઠ વર્ણી ભગવાનને દૂગ્ધાભિષેક

અમદાવાદ તા14 પવિત્ર ચાતુર્માસ અને એમાંય શ્રાવણ માસના શુદિ હરિનવમીના પર્વમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી રાજોપચાર પૂજન રાખવામાં આવેલ રાજોપચાર પૂજન એ વિશિષ્ટ વૈદિક પૂજન હોય છે. આ પૂજનમાં ભગવાનને ચાર વેદ, શાસ્ત્ર - પુરાણોના પાઠ સાથે સ્તવન કરવાનું હોય છે. તેમજ શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈદિક પુરુષ સુક્તના મંત્રો, અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, નૃત્ય વગેરે ઉપચારોથી પૂજન તેમજ મૂર્તિઢગ ગુલાબની પાંખડીઓથી ભગવાનનું પૂજન કરવામાં આવેછે નિલકંઠ વર્ણી મહારાજને દુગ્ધાભિષેક કરવામાં આવે છે.આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રાસનો કાર્યક્રમ કર્યો હતો જેમા 1.ધુમલિયા ધ્રુવ 2.કાચોટિયા ક્ર્રીશ,3,રાચડીયા અક્ષર 4.દૂધાત પ્રિન્સ 5.વેકરિયા માનવ 6.વેગડા વર્ણી 7.સાવલિયા શ્રેય 8.પોંકિયા મનન 9.સાવજ નિહાલ10 ખુંટ જીત 11.ભાલિયા ધાર્મિક12.ચોડવડિયા દક્ષ જોડાયાહતા.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
