<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

૧૫મી ઓગસ્‍ટ ભારત માતાનું પૂજન શા માટે? ચાલો અખંડ ભારત બનાવીએ

લોર્ડ મેકેલોએ તા. ર/ર/૧૮૩પમાં બ્રિટીશ પાર્લામેન્‍ટમાં જણાવેલ કે, હું ભારતમાં ચારે બાજુ ફર્યો છું અને સમગ્ર દેશમાં એવી એકપણ વ્‍યિકત ના જોઈ જે ભિખારી કે ચોર હોય. મેં આ દેશમાં એવી તો સમૃદ્‍ઘિ, એવા તો ઉચ્‍ચ નૈતિકમૂલ્‍યો અને એવા તો સમર્થ લોકો જોયા છે કે જેમને આપણે કયારેય જીતી શકીશું નહીં એમ હું માનું છું. સિવાય કે આપણે ભારતના કરોડરજ્જુ સમાન આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કૃતિક વારસાને તોડી નાંખીએ.

આથી મારી દરખાસ્‍ત છે કે, આપણે ભારતની પ્રાચીનતમ શિક્ષણ પધ્‍ધતિ અને સંસ્‍કૃતિને મૂળથી બદલી નાંખીએ, કારણ કે એકવાર જો ભારતીયો એમ વિચારતા થઈ જાય કે જે વિદેશી કે અંગ્રેજી છે તે તેમના કરતા સારૂ અને મહાન છે તો ભારતીયો તેમનું આત્‍મસન્‍માન અને અસલ સંસ્‍કારો ગુમાવી બેસશે અને ભારત આપણે જોઈએ તેવો એક તદ્દન ગુલામ દેશ બની જશે અને અંગ્રેજોનું શાસન આવ્‍યું અને પછી આપણે સ્‍વતંત્રતા માટે અનેક વર્ષો આંદોલનો કરવા પડયા અને અનેક દેશભકતોએ આહુતી આપવી પડી છતા પણ ભારતના ભાગલ પડયા,ᅠ

આમ, ર૬મી જાન્‍યુઆરી ૧પમી ઓગષ્ટે ભારતમાતાનું પૂજન કરવુ જોઈએ જો ૧૭૦૦ વર્ષᅠ સુધી ભૂમિ વિના જીવેલા યહૂદીઓને એમના સંકલ્‍પબળથી ઈઝરાયલ પાછું મળતુ હોય તો આજના યુવાનોએ દર વર્ષે સમર્થ અખંડ ભારત બને અને ભારતમાતાના પૂજન દ્વારા દેશભકિત તથા માં ને પરમવૈભવ ના શિખરે પહોંચાડવા તત્‍પર થવું જોઈએ.ᅠ

ઉઠો જાગો અને ધ્‍યેય પ્રાપ્તી સુધી મંડયા રહો. તમામ શાળા-કોલેજો, કંપનીઓ તથા ભારતના નાગરીકોએ ર૬મી જાન્‍યુઆરી અને ૧પમી ઓગષ્ટના રોજ ભારત માતાનું પૂજન કરવું જોઈએ. ભારત માતા પૂજનમાં ટેબલ ઉપર ચાદર પાથરી ભારત માતાનો ફોટો, હાર, અબીલ-ગલાલ-કંકુ, છુટા ફૂલો પૂજન માટે રાખવા અને તમામ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરીકોને તીલક કરી ભારત માતાનું પૂજન કરાવવું અને સંકલ્‍પ લેવો ‘અમો અખંડ ભારત બનાવીશું' ફરી પાછું ભારત અખંડ થશે. ર૬મી જાન્‍યુઆરી ભારત માતાનુંᅠ પૂજન શા માટે ? ૧પ મી ઓગષ્ટ આવે ત્‍યારે સમગ્ર રાષ્ટ્ર દેશભકિતના ગીતોના સ્‍વરમાં હીલોળા લેતું હોય છે.

પરંતુ ૧૪મી ઓગષ્ટ ૧૯૪૭ ની રાત્રે ભારતમાતાના વિભાજન વખતની લાખો હિન્‍દુઓની મરણચીસો કોઈને યાદ નથી આવતી. પરંતુ ભારતના વિભાજ નની આજની પેઢીને વિભાજનના ઈતિહાસની ખબર નથી. આપણા રાષ્ટ્રની અખંડતા અને એકાત્‍મતાની ખબર નથી તે ખબર આપવાની જરૂર છે. અખંડ ભારતનું વિભાજન શા માટે થયું.ᅠ અખંડ ભારત માટે કેટલા કેટલા આંદોલનો થયા અને માતૃભક્‍તિના રંગે રંગાયેલા ભારતભૂ માટે ફના થવા અને ખપીજવા હસ્‍તે મુખે તૈયાર હતા અને ભારત વર્ષ પર આક્રમણો થતા રહ્યા આ જય-પરાજયનું ચક્રᅠ ચાલતું રહ્યું. પરાધીનતાના કાજળઘેરા વાદળો ક્‍યારેય દુર નહી થાય તેવુ ભાસતું હતું પણ મુિકત ગંગાનું પ્રવાહ અસ્‍ખલિત વહેતો રહ્યો હતો.

આલેખન
જયેશ સંઘાણી
મો.૯૪૨૮૨ ૦૦૫૨૦
રાજકોટ

(4:26 PM IST)