<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

નર્મદામાં 75મો વન મહોત્સવમાં કેટલાક અધિકારીઓ હાજર નહિ રહેતા સાંસદ મનસુખભાઈ વસાવાનો પારો છટક્યો

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડી ડી ઓ, ડી આર ડી એ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ડી એફ ઓ હાજર નહિ રહેતા સાંસદ વસાવા ગુસ્સે થયા:ફોરેસ્ટ વિભાગે શુ કાર્યો કર્યા છે તેનો હિસાબ આપવો પડશે, ચૈતર વસાવા તો એવી કઈ મોટી ટોપી છે એની સાથે સાંઠગાંઠ રાખવા વાળા લોકો બંધ કરી દે : સાંસદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા ટાઉનહોલ ખાતે 75મો વન મહોત્સવ યોજાયો, વન મહોત્સવમાં સાંસદ મનસુખભાઈ  વસાવા હાજર રહ્યા પણ અચાનક સાંસદ ગુસ્સે થયા, કેમ કે વન મહોત્સવના જિલ્લા કક્ષાના કાર્યક્રમ માં ડી ડી ઓ, ડી આર ડી એ ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ના ડી એફ ઓ હાજર નહિ રહેતા સાંસદ મનસુખભાઈ  વસાવા ગુસ્સે થયા હતા,
સાંસદે ગુસ્સામાં જણાવ્યું કે ફોરેસ્ટ વિભાગે શુ કામગીરી કરી છે તેનો હિસાબ આપવો પડશે, વન મહોત્સવ ની નિમંત્રણ પત્રિકામાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા નું પણ નામ હતું પણ હાજર નથી રહ્યાં તે બાબતે પણ સાંસદે કહ્યું કે ત્યાંના આગેવાન છે તો એમને હાજર રહેવું જોઈતું હતું, ચૈતર વસાવા પર આક્ષેપ કરતા સાંસદે કહ્યું કે ડેડીયાપાડા વિસ્તારોમાં ધારાસભ્ય જ જંગલ કાપો કાપો કરી રહ્યા છે , સાંસદે ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો કે એક રાજકીય આગેવાન થઈ ને ફોરેસ્ટ ની જમીન માં પોતે મકાન બનાવી દીધું છે અને આજુબાજુ ની જમીન પોતે અને તેમના પરિવાર ના લોકો ખેડી રહ્યા છે એમ સાંસદ મનસુખભાઈ  વસાવા એ જાહેર મંચ પરથી જણાવ્યું.

એકલો મનસુખ વસાવા બોલતો રહેશે એ નહિ ચાલે બધા એ બોલવું પડશે, જો ફોરેસ્ટ વિભાગ કેસ નહિ કરે તો મનસુખ વસાવા કેસ કરશે, ચૈતર વસાવા હોઈ કે પછી બીજો કોઈ પણ ચમરબંધ હોઈ મનસુખ વસાવા ને કોઈનો ડર નથી, ઉત્તર પ્રદેશ માં જે કાર્ય મુખ્યમંત્રી યોગી એ કર્યું છે તે ચૈતર વસાવા જેવા લોકો સાથે પણ કરવુ જોઈએ. આપણા વિસ્તારમાં આપણે મજબૂત થવું પડશે બાકી આવા માફિયાઓ અહીં થી બધા ને ભગાડી મુકશે. હું કોઈના થી ડરતો નથી તો તમારે કોઈએ પણ ડરવાની જરૂર નથી , મનસુખ વસાવા એમનેમ ગુસ્સો નથી કરતો એનું યોગ્ય કારણ પણ હોઈ છે , જિલ્લા પંચાયત પ્રમુખ અને ફોરેસ્ટ ના અધિકારીઓ ને આગામી દિવસોમાં તમામ આગેવાનો ની મિટિંગ રાખવા પણ સૂચના આપી, જેમાં ફોરેસ્ટ વિભાગે શુ કાર્યો કર્યા છે તેનો હિસાબ આપવો પડશે. ચૈતર વસાવા તો એવી કઈ મોટી ટોપી છે એની સાથે સાંઠગાંઠ રાખવા વાળા લોકો બંધ કરી દે એની સાથે વાત પણ ના કરો, મુખ્ય દંડક વિજય પટેલ ને સાંસદે કહ્યું કે મુખ્યમંત્રી ને લખો કે મનસુખ વસાવા એમના ભાષણ માં ચૈતર વસાવા વિશે બોલ્યા છે અને જો અહીં અમલવારી નહિ થાય તો કેન્દ્ર સરકાર માં હું  લખીશ એમ કહી સાંસદે બળાપો ઠાલવ્યો હતો

(10:40 PM IST)