તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
કોર્ટના સજાના વોરંટમાં ફરાર શખ્સને ગાંધીગ્રામ પોલીસે પકડયો
ભગીરથસિંહ જાડેજા, અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇની બાતમી

રાજકોટ તા. ૧૪: અલગ અલગ ગુનાઓમાં કે સજાના વોરન્ટમાં નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત ગાંધીગ્રામ પોલીસે કેતન અમૃતલાલ ઠકરાર (ઉ.વ.૫૦-રહે. નંદનવન સોસાયટી બ્લોક બી-૧૬૪, શેઠ નગર પાસે)ને પકડી લઇ કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૧માં કેતન ઠકરાર વિરૂધ્ધ એડી. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ એમ. અમે. શેખની કોર્ટમાંથી સજાનું વોરન્ટ નીકળ્યું હતું. ત્યારથી તે ફરાર હોઇ તેની શોધખોળ થઇ રહી હતી. દરમિયાન ગાંધીગ્રામ ડી. સ્ટાફના હેડકોન્સ. ભગીરથસિંહ જાડેજા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાની બાતમી પરથી તેને પકડી લેવાયો હતો. ઇન્ચાર્જ પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇએસ. એલ. ગોહિલ, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, કોન્સ. રોહીતદાન ગઢવી, મુકેશભાઇ સબાડ, પ્રદિપ ડાંગર, રઘુવીરસિંહ જાડેજા, અશોક હુંબલ સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૮)
(2:29 PM IST)










