<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

આગામી ઓલિમ્‍પિકસમાં હોકીમાં ગોલ્‍ડ જીતવો છેઃ ખેલાડીઓનું ઘરઆંગણે જોરદાર સ્‍વાગત

નવી દિલ્‍હીઃ રાજધાની દિલ્‍હીમાં પેરિસ ઓલિમ્‍પિક્‍સના બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ અમન સેહરાવત અને ભારતીય હોકી ટીમના અન્‍ય સ્‍ટાર ખેલાડીઓનું ઢોલ-નગારાં અને પુષ્‍પહાર સાથે જોરદાર સ્‍વાગત થયું હતું. અમન સેહરાવતને છત્રપાલ સ્‍ટેડિયમના અધિકારીઓ અને કોચ દ્વારા પણ સન્‍માનિત કરવામાં આવ્‍યો હતો.  ગોલકીપર પી.આર. શ્રીજેશ સાથે સ્‍વદેશ પરત ફરેલા અન્‍ય હોકી ખેલાડીઓએ રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. બે તબક્કામાં ભારતીય હોકી સ્‍ટાર્સને મળી ચૂકેલા આપણા રમતગમત પ્રધાન હવે ૧૦ સપ્‍ટેમ્‍બરે આગામી ઓલિમ્‍પિક્‍સમાં ગોલ્‍ડમેડલ જીતવા માટે ભવિષ્‍યની યોજના બનાવવા આખી હોકી ટીમ સાથે બેઠક કરશે.

(3:46 PM IST)