<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

ઉંડવા ગામે નશાની હાલતમાં ગાડી ચલાવી આધેડની સાઇકલને ટક્કર મારી ગંભીર ઈજાઑ પહોંચાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઊંડવા ગામે નશાની હાલત માં ગાડી ચલાવનાર શખ્સે એક આધેડ વ્યક્તિની સાઇકલને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
   મળતી માહિતી અનુસાર પ્રદિપકુમાર રમણભાઇ તડવી( રહે.ઉંડવા. નિશાળ ફળીયુ તા. ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મારૂતી સુઝીકી કંપનીની ડીઝાયર ગાડી રજી.નં.GJ-19-BA-7357 નો ચાલક કેફી પીણાનો નશો કરી પોતાની પાસેની ગાડી પુરઝડપે હંકારી લાવી પ્રદીપકુમાર તડવી ના પિતા રમણભાઇ રામજીભાઇ તડવી ઉ.વ.૭૫ ના કબ્જાની સાઇકલને પાછળથી ટક્કર મારતા રમણભાઇ રામજીભાઇ તડવીને જમણા પગે ફ્રેક્ચર તથા અન્ય જગ્યાઓ પર ગંભીર ઈજાઓ કરી ગુનો કરતા એકતાનગર ટ્રાફીક પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:45 PM IST)