તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
પેરિસમાં ર૮મીથી પેરા ઓલિમ્પિકસઃ ભારતના ૮૪ દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લેશેઃ રપ થી વધુ મેડલ જીતવાનો વિશ્વાસ
ગત ઓલિમ્પિકસમાં ૧૯ મેડલ જીતી સૌને ચોંકાવી દીધા હતા

નવી દિલ્હી તા. ૧૪: પેરા-ઓલિમ્પિકસ કમિટી ઓફ ઇન્ડિયાના વડા દેવેન્દ્ર ઝાઝરિયાએ ર૮ ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પેરિસ પેરા-ઓલિમ્પિકસમાં ઐતિહાસિક પ્રદર્શનની આશા વ્યકત કરી છે. રિયો ઓલિમ્પિકસ ર૦૧૬ સુધી આ ટુર્નામેન્ટમાં ૧૧ મેડલ જીતનાર ભારતીય ટીમે ટોકયોમાં ૧૯ મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા.
બે વારના પેરા-ઓલિમ્પકસ ગોલ્ડ મેડલિસ્ટ દેવેન્દ્ર ઝાઝરિયાએ કહ્યું હતું કે ‘આ વખતે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ૮૪ દિવ્યાંગ ખેલાડીઓની ટીમ પેરિસ જઇ રહી છે. અમે પચીસથી વધુ મેડલ જીતીશું એવો વિશ્વાસ છે. ભારત તીરંદાજી, એપ્લેકિટસ, બેડ્મિન્ટન, કેનોઇંગ, સાઇકિલંગ, દૃષ્ટિહીન જુડો, પાવરલિફિટંગ, રોઇંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને તાએ કવાન ડો સહિત ૧ર ઇવેન્ટ્સમાં ભાગ લેશે.'
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
