તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
લાંચ કેસમાં લેબર કમિશનર કચેરીના કલાર્કને ચાર વર્ષની સજા
અરજીના કામે આરોપીએ લાંચ માંગી હતી : પટ્ટાવાળા સામે પણ ગુનો દાખલ થયેલ પરંતુ તેમનું અવસાન થતા કેસ પડતો મુકાયો : સરકારી વકીલ એસ.કે.વોરાએ ૧૧૧મી સજા કરાવી

સંજયભાઇ વોરા જીલ્લા સરકારી વકીલ
રાજકોટ, તા.૧૪: ફરીયાદી જય વિલનભાઈ ત્રિવેદીએ લેબર કમિશનર કચેરીમાંથી લેબરનું લાયસન્સ મેળવવા કરેલ અરજી કરેલ હતી. આ અરજી મંજુર કરાવી આપવા માટે આરોપી ડીવીઝનલ કલાર્ક હીરાલાલ વાલજીભાઈ ચાવડા લાલ ઉ.વ. ૬૮ ને પોતાના ઉપરી અધિકારી લેબર કમિશનર થતી રૂ.૫,૦૦૦/, પોતા માટે રૂ. ૨,૦૦૦/- તથા પોતાના પટાવાળા વતી રૂ.૫,૦૦/ની લાંચની માંગણી કરી આ રકમ સ્વીકારતા પકડાઈ જતા પ્રિન્સીપાલ સેસન્સ જજ શ્રી વી.બી. ગોહિલ ૪ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૨૦૦૦/નો દંડ કરમાવેલ છે.(૧) આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ફરીયાદી જય મિલનભાઈ ત્રિવેદીએ પોતાના અગાઉના માલિક ભવાની એનર્જી સોલ્યુશન થતી ચોકકલ સંખ્યાથી વધુ કામદારોને નોકરી પર રાખવા માટે લાયસન્સ મેળવવાનું હતુ. આ લાયલન્સ મેળવવા માટે તેઓએ રાજકોટ ખાતે કોઠી કમ્પાઉન્ડમાં આવેલ આસીસ્ટન્ટ લેબર કમિશનરની કચેરીમાં અરજી કરેલ હતી. આ અરજી અંગે પળચ્છા કરતા આરોપી હીરાલાલ વાલજીભાઈ ચાવડાએ તેમના ઉપરી અધિકારી વતી રૂ.૫,૦૦૦/- અને પોતા માટે રૂ.૨,૦૦૦/- તથા પટરવાળા માટે રૂ.૫૦૦/- લાંચ પેટે ચુકવી આપવાનું જણાવેલ ફરીયાદીએ એ.સી.બી. કચેરીમાં તા.૧૪/૦૩/૫૦૧ ના રોજ અરજી કરતા આ અરજી અનુસંધાને ટ્રેપ ગોઠવાયેલ. આ ટ્રેપ દરમ્યાન આરોપી હીરાલાલ ચાવડા લેખર કમિશનરની કચેરી બહાર આવેલ ગાર્ડનમાં લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયેલ હતા. પોલીસ તપાસ દરમ્યાન પટાવાળા મોહનભાઈ હેમાભાઈ કટારીયાએ પણ જાતે લાંચ પેટે રૂ.૫૦૦/ની માંગણી કરેલ હોવાનું જણાય આવેલ હતું. તેથી આ બંને આરોપીઓ વિરૂધ્ધ તપાસનીશ અમલદારે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતુ.
આ કેસ પુરાવા પર આવતા ટ્રાયલ દરમ્યાન પટાવાળા મોહનભાઈ કંટારીયાનું અવસાન થઈ જતા તેઓ સામેનો કેસ પડતો મુકાયેલ હતો.
શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વડીલ શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, રાજય સરકારના કોઈપણ અમલદારે તેમની કાયદેસરની ફરજ નીભાવવા માટે પોતાની ઓફીસની બહાર જવાનું કોઈ કારણ રહેતું નથી. તેમ છતા આરોપી હીરાલાલ ચાવડા પોતાની ઓફીસની બહાર ગાર્ડનમાં કયા કારણસર આવેલા તે જણાવેલ નથી. પોતાની ચેમ્બરની બહાર આવવું અનિવાર્યપણે સાબિત કરે છે કે તેઓ ફરીયાદી સાથે કોઈ બીજા જ વ્યવહાર માટે ચેમ્બરની બહાર આવેલ હતા. આ મતલબનું કોઈ કારણ તેઓએ દર્શાવેલ નથી તેમજ ફરીયાદી સાથે કોઈ અગાઉના સંબંધો હોવાનું પણ જણાવેલ નથી. આ ઉપરાંત દલીલમાં જણાવેલ હતુ કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ-૮ હેઠળ સરકારી અધિકારીને લાંચ આપવી તે પણ એક ગુનો છે. આ આરોપીએ ફરીયાદી ૧ સામે આવી કોઈ લાંચ આપવાની ફરીયાદ કરેલ નથી. તે ઉપરાંત કોઈપણ વ્યક્તિને ખોટી રીતે ગુન્હામાં ફસાવી દેવો તે પણ ભારતીય દંડ સંહિતા હેઠળ ગુન્હો બને છે. આરોપીએ આ મતલબની પણ કોઈ ફરીપાદ કરેલ નથી. આ રીતે આરોપીએ લાંચની રકમ સ્વીકાર્યાનો ગુન્હો સાબિત થતો હોવાથી ખોટો બચાવ ઊભો કરેલ છે. વધુમાં ટ્રેપના દિવસે તેમની પાસેથી મળી આવેલ રૂ.૭,૫૦૦/ની લાંચની રકમ અંગે તેમને જે સીઝર મેમો આપવામાં આવેલ હતો તેમાં આરોપીએ સહી કરેલ છે. આ સહી અંગે પણ આરોપીએ તકરાર ઉઠાવેલ નથી કે તેમના ઉપરી અધિકારી સમક્ષ પોતાના બચાવની કોઈ રજૂઆત કરેલ નથી. આ તમામ કારણોસર આરોપી સામેનો ગુન્હો સાબિત થતો હોય તેઓને પ્રિન્સીપાલ સેશન્સ જજ શ્રી વી.બી. ગોહિલ સાહેબે ૪ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૨,૦૦૦/નો દંડ કટકારી જેલ હવાલે કરેલ છે.
આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા. ડી.જી.પી તરીકે નિમાયા બાદ અત્યાર સુધીમાં તેઓએ કુલ ૧૧૧ કેસોમાં સજા કરાવી સરકારની તરફેણમાં ચુકાદાઓ અપાવેલ છે.
(4:19 PM IST)










