તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 14th August 2024
પેરીસ ઓલમ્પીક ફાઇનલમાં નિરજ ચોપરાએ ૫૨ લાખની ઘડીયાળ પહેરી'તી

નવી દિલ્હી, તા., ૧૪: ભારત માટે ભાલાફેંક ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતી લાવેલા નિરજ ચોપરાએ પેરીસ ઓલમ્પીકના ફાઇનલમાં પહેરેલી કાંડા ઘડીયાળ બાવન લાખની કિંમતની હોવાનું બહાર આવ્યું છે. કાંડા ઘડીયાળ ઓમેગા સીમાસ્ટર એકવા ટેરા અલ્ટ્રાલાઇટ ઇન ટીટેનીયમ મોડેલની હતી. ઘડીયાળ સ્વીસ કંપની ઓમેગા દ્વારા બનાવવામાં આવે છે. કંપનીએ નિરજ ચોપરાને આ વર્ષની શરૂઆતમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યો હતો. નીરજ ચોપરાએ ફાઇનલમાં બીજું સ્થાન મેળવ્યું હતું. જયારે પાકિસ્તાનના અર્શદ નદીમે ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
