<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મહાકુંભ પૂર્વે લાખો શ્રદ્ધાળુઓ માટે સ્નાનની વધુ સારી સુવિધા ઊભી કરવા માટે સંગમ વિસ્તારમાં ગંગા નદીના ત્રણ પ્રવાહોને એકબીજામાં ભેળવી દીધા:ઉત્તર પ્રદેશ સરકારે ૨૦૨૫ માં મહાકુંભમાં હાજરી આપવા માટે અપેક્ષિત લાખો શ્રદ્ધાળુઓ માટે સ્નાનની વધુ સારી સુવિધા ઊભી કરવા માટે સંગમ વિસ્તારમાં ગંગા નદીના ત્રણ પ્રવાહોને એકબીજામાં ભેળવી દીધા છે, મર્જ કર્યા છે.:ઉત્તર પ્રદેશના સિંચાઈ વિભાગે ૨૦૨૫ના મહાકુંભ માટે ૨૨ હેક્ટર નહાવા માટેની જગ્યા ફાળવીને સંગમ ખાતે ગંગા નદીના ત્રણ પ્રવાહોને જોડ્યા છે. :આને લીધે નદીના કુદરતી માર્ગમાં ફેરફાર કરી ઉલટાવે છે, જેના લીધે યાત્રાળુઓની પહોંચને સરળ બનાવે છે અને પાણીની શુદ્ધતામાં સુધારો કરે છે.10:42 PM IST

નાણાકીય વ્યવસ્થાપનમાં અગ્રેસર: રાજ્યવિત્તીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત સફળ: GDPના ૩ ટકાની મર્યાદા સામે વર્ષ ૨૦૨૪-૨૫માં માત્ર ૧.૮૬ ટકા અંદાજવામાં આવી : રાજ્યમાં વર્ષ ૨૦૦૦-૦૧માં જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકા: ઘટીને વર્ષ ૨૦૨૩-૨૪ના સુધારેલા અંદાજ મુજબ ૧૫.૩૪ ટકા : મહેસૂલી આવકની સાપેક્ષમાં જાહેર દેવા પરનું વ્યાજ વર્ષ ૨૦૦૧-૦૨માં ૨૫.૧૭ ટકાની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં માત્ર ૧૧.૭૬ ટકા : GSDPના પ્રમાણમાં જાહેરદેવાના ગુણોત્તર મુજબ ગુજરાત સમગ્ર દેશમાં બીજા સૌથી નીચા સ્થાને :ગત નાણાકીય વર્ષમાં ગુજરાત દ્વારા લેવામાં આવેલ કુલ જાહેર દેવામાંથી ૨૦ ટકા કરતાં પણ વધારે હિસ્સો વગર વ્યાજની કે ઓછા દરની લોનનો6:34 PM IST

૬૫૦ સીનીયર સીટીઝન વડીલ માવતરોને વયવંદના આયુષ્‍યમાન કાર્ડ કાઢી અપાયા : કેન્‍સર, હૃદયરોગ, કીડનીને લગતા રોગો, લીવરને લગતા રોગો, મગજની બીમારીઓ, કોવીડ-૧૯, મોતિયો, ડેન્‍ગ્‍યુ, ચિકનગુનીયા, મેલેરીયા જેવા રોગ તેમજ બાયપાસ સર્જરીની અને હીપ રિપ્‍લેસમેન્‍ટ, ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટ, બોન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ સહિતના અનેક રોગો તેમાં વિવિધ મેડિકલ સારવારમાં આ કાર્ડ ઉપયોગી છે : આયુષ્‍યમાન વય વંદના કાર્ડ સામાજીક, આર્થિક સ્‍થિતિએ ધ્‍યાનમાં લીધા વગર ૭૦ અને તેથી વધુ ઉમરના વરીષ્‍ઠ નાગરિકોનો : આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશેઃ મુકેશ દોશી : વળધ્‍ધોની લાકડી બનવાનો ભાજપ પાર્ટીનો નવતર પ્રયોગઃ અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા2:30 PM IST