News of Thursday, 19th December 2024
અમેરિકી શેરબજારમાં ૫૦ વર્ષનો સૌથી મોટો ઘટાડો
અમેરિકી ફેડરલ રીઝર્વએ વ્યાજદરોમાં ૦.૨૫ ટકાના ઘટાડાની જાહેરાત કર્યા બાદ ડાઉ જોન્સ - નાસ્ડાક ધડામ : ૨૦૨૫માં ૪ને બદલે ૨ રેટ કરતી સંભાવનાથી બજારનો મુડ ખરાબ : ગ્લોબલ માર્કેટ પણ તુટયું

નવી દિલ્હી, તા.૧૯: યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે નીતિગત વ્યાજ દરોમાં ૦.૨૫%નો ઘટાડો કર્યો છે પરંતુ આગળ વધુ કાપમાં ધીમી ગતિનો સંકેત આપ્યો છે. જેના કારણે અમેરિકન શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગત રાત્રે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના શેરબજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ૧૮ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ, અમેરિકન બજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ ડાઉ જોન્સ ૧૧૨૩ પોઈન્ટ ઘટીને ૪૨૩૩૬.૮૭ ના સ્તર પર બંધ થયો હતો.જ્યારે નાસ્ડેક જેવા સૂચકાંકોમાં ૬૦૦થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. નિષ્ણાતો કહે છે કે વર્ષ ૨૦૨૫માં ૪ની જગ્યાએ માત્ર ૨ રેટ કટની શકયતા છે, જેના કારણે બજારનો મૂડ બગડ્યો છે.વ્યાજદરમાં સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકે જણાવ્યું હતું કે તાજેતરના સૂચકાંકો સૂચવે છે કે આર્થિક પ્રવળત્તિ નક્કર ગતિએ વધી રહી છે પરંતુ સ્વીકાર્યું છે કે ફુગાવો - મોંઘવારી હજુ ઊંચે છે પરંતુ ફેડરલ રિઝર્વે આવતા વર્ષે માત્ર બે વખત ૦.૨૫% ઘટાડવાનો સંકેત આપ્યો છે.આના કારણે યુએસ શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો પરંતુ યુએસ ટ્રેઝરીઝ પર ઉપજમાં વધારો થયો હતો. વેપારીઓને લાગે છે કે આગામી કેટલાક વર્ષો સુધી યુએસમાં વ્યાજદર ઊંચા સ્તરે રહેશે. ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ફુગાવો ઘટયો છે પરંતુ તે હજુ પણ ૨્રુ લક્ષ્યાંકથી ઉપર છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પહેલા ફેડરલ રિઝર્વના પોલિસી રેટ પર આ છેલ્લી બેઠક હતી. ટ્રમ્પે ટેરિફ વધારવાની અને દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લાખો કામદારોને હાંકી કાઢવાની વાત કરી છે.
અમેરિકન બજાર કેમ તૂટયું?
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની કોમેન્ટ્રીની અસર છે. નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ ફેડની કોમેન્ટ્રીથી બજાર ડરી ગયું છે. બુધવારની કોમેન્ટ્રી વર્ષ ૨૦૨૫માં માત્ર બે કટનો સંકેત આપે છે. તે જ સમયે, સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે મોંઘવારી પર વધુ કડકતાની જરૂર છે.
આઈટી શેર્સ પર દબાણ રહેશે
આઈટી શેર્સ છેલ્લા કેટલાક સમયથી ભારે દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં અમેરિકન બેંક દ્વારા રેટ કટના કારણે આ દબાણ વધુ વધી શકે છે. આઈટી કંપનીઓના ઈન્ડેક્સ નાસ્ડેકમાં ઘટાડાની અસર ભારતીય આઈટી કંપનીઓ પર પણ જોવા મળી શકે છે.
ફેડની જાહેરાત બાદ યુએસ શેરબજારોમાં ભારે ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ, બ્લુ-ચિપ ઇન્ડેક્સ, ૧,૧૦૦ પોઈન્ટથી વધુ ઘટયો હતો. ઇન્ડેક્સ સતત દસમા દિવસે ઘટયો હતો. ૧૯૭૪ પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇન્ડેક્સ આટલા દિવસો સુધી ઘટયો છે. તે ૧,૧૨૩ અથવા ૨.૬% ઘટીને બંધ રહ્યો હતો. અગાઉ, તે ૨૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર, ૧૯૭૪ વચ્ચે સતત ૧૧ દિવસ સુધી ઘટયો હતો. S&P ૫૦૦ ૩% ઘટયો અને Nasdaq Composite index ૩.૬% ઘટયો.(૨૩.૧૬)
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
