<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

સંસદમાં થયેલા હોબાળામાં ઇજાગ્રસ્‍ત થયેલા બીજેપીના ૨ સાંસદોના વડાપ્રધાન મોદીએ ખબર અંતર પૂછયા

નવી દિલ્‍હી, તા.૧૯: સંસદમાં થયેલા ધક્કામુક્કી કાંડ બાદ ભાજપના બે સાંસદો ઘાયલ થયા છે. આ સાંસદોમાં એક પ્રતાપ સારંગી અને બીજાનું નામ મુકેશ રાજપૂત છે. પીએમ મોદીએ આજે સંસદ સંકુલમાં ઝપાઝપીમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદ મુકેશ રાજપૂત સાથે વાત કરી છે. આ પછી તેને આરએમએલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યા હતા.  વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ બંને સાંસદોને ફોન કરીને તેમની ખબર પૂછી હતી. પીએમ મોદીએ સારંગી અને મુકેશ રાજપૂત સાથે ફોન પર વાત કરી હતી. બંને સાંસદો ઈજાગ્રસ્‍ત થયા બાદ આઈસીયુમાં દાખલ છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મુકેશ રાજપૂત ઘાયલ અવસ્‍થામાં વ્‍હીલ ચેર પર બેઠા છે. તે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સાથે વાત કરવા માટે ફોન હાથમાં લે છે. આ દરમિયાન પીએમ મોદીએ તેમને પૂછયું કે હવે તેમની તબિયત કેવી છે. આ અંગે મુકેશ રાજપૂતનું કહેવું છે કે તેમની તબિયત સારી છે, પરંતુ તેમને અત્‍યારે ચક્કર આવી રહ્યા છે.

મુકેશ રાજપૂતે પીએમ મોદીને પોતાની સ્‍થિતિ જણાવી તે પછી વડાપ્રધાને તેમને કહ્યું કે, ‘સંપૂર્ણ કાળજી રાખો, જરા પણ ઉતાવળ ન કરો અને સંપૂર્ણ સારવાર લો.'તેમની વાતચીતનો વીડિયો પણ સામે આવ્‍યો છે.

(4:09 PM IST)