News of Thursday, 19th December 2024
વડાપ્રધાન મોદી કુવૈતની બે દિવસય યાત્રા પર જશે
યાત્રા દરમિયાન મોદી કુવૈતના નેતાઓની સાથે ચર્ચા કરશે, અને ત્યાં રહેવા વાળા ભારતીય સમુદાયની સાથે વાતચીત કરશે.

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે કુવૈતની બે દિવસય યાત્રા પર જશે, અને કોઈ ભારતીય વડાપ્રધાનની આ ૪૩ વર્ષોમાં આ ખાડી દેશની પહેલી યાત્રા હશે. વિદેશ મંત્રાલયે આ યાત્રાની જાહેરાત કરતા કહ્યું કે, આ યાત્રા ભારત અને કુવૈત વચ્ચે મહત્વના અનેક પ્રકારના સંબંધોને વધુ મજબૂત કરવાનો અવસર પ્રદાન કરશે. મોદી કુવેતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહના નિમંત્રણ પર આ યાત્રા પર જઈ રહ્યા છે. યાત્રા દરમિયાન મોદી કુવૈતના નેતાઓની સાથે ચર્ચા કરશે, અને ત્યાં રહેવા વાળા ભારતીય સમુદાયની સાથે વાતચીત કરશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત અને કુવેત વચ્ચે એતિહાસિક સમયથી પારંપરિક રૂપથી ઘનિષ્ઠ અને મૈત્રીપૂર્ણ સંબંધ છે. તે પહેલા, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ૧૯૮૧ માં કુવૈતની મુલાકાત લીધી હતી. ભારત, કુવૈતની મહત્વની વ્યાપારિક ભાગીદારી પૈકી એક છે, અને ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી વધારે પ્રવાસી સમુદાય છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ યાત્રા ભારત અને કુવૈત વચ્ચે મહત્વના સંબંધોને વધુ મજબૂત કરવાનો અવસર પ્રદાન કરશે. કુવૈત, ભારતના મુખ્ય વેપારી ભાગીદારી પૈકીની એક છે,જેનો વ્દિપક્ષીય વેપાર વર્ષ-૨૦૨૩-૨૪ માં ૧૦.૪૭ અરબ અમેરિકી ડોલર રહ્યો છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
