<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

મફતમાં કરો અયોધ્‍યાની યાત્રા : સરકાર આપશે પૈસા

રાજ્‍ય સરકારે શ્રીરામ જન્‍મભૂમિ - મા શબરી સ્‍મળતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્‍યા દર્શનનો લાભ લેવા ખાસ યોજના બનાવી

અમદાવાદ, તા.૧૯: રાજ્‍યના યાત્રાળુઓ ભગવાન શ્રીરામના દર્શન કરી શકે તે માટે રાજ્‍ય સરકારે શ્રીરામ જન્‍મભૂમિ - મા શબરી સ્‍મળતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્‍યા દર્શનનો લાભ લેવા ખાસ યોજના બનાવી છે. આ યોજનાનો લાભ લેવા યાત્રાળુઓ ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૪ સુધીમાં https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration વેબસાઈટ પર રજિસ્‍ટ્રેશન કરાવી શકે છે.

દરેક નાગરિકને પોતાના જીવનકાળમાં અયોધ્‍યામાં આવેલા ‘શ્રીરામ જન્‍મભૂમિ'નાં દર્શન કરવાની ઇચ્‍છા હોય છે. પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્‍છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્‍યાનમાં રાખીને રાજ્‍યના તમામ નાગરિકો માટે ‘શ્રીરામ જન્‍મભૂમિ, અયોધ્‍યા'માં ભગવાન ‘શ્રીરામ'નાં દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્‍ધ કરવા રાજ્‍ય સરકાર દ્વારા રેલવે ભાડામાં રૂ. ૫૦૦૦ની મર્યાદામાં પ્રોત્‍સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

આ યોજનાનો લાભ ગુજરાત રાજ્‍યમાં વસવાટ કરતાં ૧૨ વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ-વનવાસી અથવા દરેક વર્ગના નાગરિકો પોતાના જીવનકાળમાં ફફ્‌ત એક વાર લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા યાત્રાળુઓએ કરેલા રજિસ્‍ટ્રેશન અરજીમાં પુરાવા તરીકે આધારકાર્ડ, ખરાઈ કરેલા જાતિ પ્રમાણપત્ર/શાળા છોડ્‍યાનું પ્રમાણપત્ર, બેંકની ડિટેલ (પાસબુકના -થમ પાનાની ઝેરોક્ષ)ની સ્‍વ-માણિત નકલ જોડવાની રહેશે. અરજીમાં જે વ્‍યક્‍તિઓનાં નામ દર્શાવેલી હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે.

અયોધ્‍યામાં યાત્રા પૂર્ણ કર્યા બાદ પુરાવારૂપે રેલવે આવવા-જવાની ટિકિટ, યાત્રાના સ્‍થળે રોકાણના પુરાવા/ ધર્માદા કરેલા હોય તો તેની પહોંચો/ અયોધ્‍યા મંદિર સહિતના રથી ૩ રંગીન ફોટોગ્રાફ્‌સ રજૂ કરવાના રહેશે. આ પુરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં રજૂ કરવાના રહેશે. અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે.

રજિસ્‍ટ્રેશન અરજીમાં દર્શાવેલા સમયગાળા દરમ્‍યાન જ યાત્રા કરવાની રહેશે. અન્‍યથા મંજૂરી આપોઆપ રદ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો નવેસરથી અરજી કરવાની રહેશે.(૨૩.૨)

 

(9:38 AM IST)