તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th December 2024
4,4,4,4,6,4,4…સ્મૃતિ મંધાનાની વિફોટક બેટિંગ : સતત 7 બોલ પર બાઉન્ડ્રી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
-સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરી:મંધાનાએ સતત 7 બોલમાં બાઉન્ડ્રી ફટકારીને કમાલ સર્જી : 27 બોલમાં સદી ફટકારી

સ્મૃતિ મંધાનાનું બેટ દરેક મેચમાં ચાલી રહ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝની ત્રીજી મેચમાં મંધાનાએ કંઈક એવું કર્યું જેની કદાચ કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય. આ ડાબા હાથની બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 7 બાઉન્ડ્રી ફટકારી હતી. સ્મૃતિ મંધાના સામાન્ય રીતે પરિસ્થિતિ અનુસાર રમે છે, તે માત્ર નબળા બોલને ફટકારે છે, પરંતુ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આ ખેલાડી એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી.
સ્મૃતિ મંધાનાએ ત્રીજી અને ચોથી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્રીજી ઓવરના ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી, મંધાનાને ચોથી ઓવરના બીજા બોલ પર સ્ટ્રાઈક મળી અને બીજા બોલ પર ચોગ્ગો, ત્રીજા બોલ પર સિક્સર, ચોથા બોલ પર ચોગ્ગો અને પછી પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. આ રીતે મંધાનાએ સતત 7 બાઉન્ડ્રી ફટકારી હતી.
સ્મૃતિ મંધાનાએ ન માત્ર સતત 7 બાઉન્ડ્રી ફટકારી, આ સિવાય તેણે માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી. મોટી વાત એ છે કે આ શ્રેણીમાં મંધાનાની આ ત્રીજી અડધી સદી છે. આ રીતે તેણે અડધી સદીની હેટ્રિક ફટકારી હતી. મંધાનાએ પ્રથમ T20 મેચમાં 54 રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં આ ખેલાડીએ 62 રનની ઈનિંગ રમી હતી.
સ્મૃતિ મંધાનાએ ત્રીજી T20માં અડધી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. મંધાના હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર ધરાવતી ખેલાડી બની ગઈ છે. મંધાનાએ T20 ક્રિકેટમાં 30 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યા છે.
, સ્મૃતિ મંધાના T20 શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારનારી પ્રથમ મહિલા ભારતીય ક્રિકેટર બની ગઈ છે. જો આપણે પુરૂષ અને મહિલા ક્રિકેટરોની વાત કરીએ તો વિરાટ કોહલીએ પણ વર્ષ 2016માં આ સિદ્ધિ મેળવી છે
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
