<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

26 મીથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાશે :જાણો કેટલા વાગ્યે શરૂ થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર લાઈવ જોઈ શકાશે

મુંબઈ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. ત્રણ ટેસ્ટ મેચ પછી સિરીઝ હાલ 1-1ની બરાબરી પર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી જ્યારે એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે જીત મેળવી હતી. જ્યારે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. ત્યારે હવે તમામ ફેન્સની નજર આગામી અઠવાડિયાથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ પર રહેવાની છે.

આ આર્ટિકલમાં જાણો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બર, 2024થી મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચના સેશનનો સમય. મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ રમાવાની છે.

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ 26 થી 30 ડિસેમ્બર વચ્ચે મેલબોર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5:00 વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ સવારે 4:30 વાગ્યે થશે.

 

  • પ્રથમ સેશન: 5 AM થી 7 AM
  • લંચ બ્રેક: 7 AM થી 7:40 AM
  • બીજું સેશન: 7:40 AM થી 9:40 AM
  • ટી બ્રેક: 9:40 AM થી 10 AM
  • ત્રીજું સેશન: 10 AM થી 12 PM

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર લાઈવ જોઈ શકાશે.

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની-હોટસ્ટાર એપ પર જોઈ શકાશે.

ચોથી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનું સ્કવોર્ડ

રોહિત શર્મા (c), જસપ્રીત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (wk), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (wk), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ , પ્રસિદ્ધ કૃષ્ણ , હર્ષિત રાણા , નીતિશ રેડ્ડી , વોશિંગ્ટન સુંદર.

ચોથી ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા ટીમ (સંભવિત)

પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી, નાથન લિયોન, મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, જોશ ઈંગ્લિસ.

(11:13 AM IST)