News of Thursday, 19th December 2024
જાણો ઠંડી લાવતા માનવીના રુંવાટા કેમ થઇ જાય છે ઉભા

નવી દિલ્હી: શિયાળાની સિઝનમાં આપણે બહાર નીકળીએ ત્યારે ઠંડા પવનમાં ઠંડી લાગવાથી આપણા રૂંવાડા ઊભા (Goosebumps) થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે ઠંડીથી બચવા માટે ગરમ કપડા પહેરી લઈએ છીએ, કમ્બલ ઓઢી લઈએ અથવા તો પછી ગરમ-ગરમ ચા પી લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો કે, આખરે ઠંડી અને રૂંવાડા ઊભા થવાનો શું સબંધ છે? તો ચાલો આજે આપણે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીએ. રૂંવાડા ઊભા થઈ જવા એ એક શારીરિક ઘટના છે જે આપણને આપણા પશુ-પૂર્વજો પાસેથી વારસામાં મળેલી છે, જે તેમના માટે ઉપયોગી હતી પરંતુ આપણા માટે બહુ ઉપયોગી નથી. રૂંવાડા ઊભા થતાં જ ત્વચા ઉપસી આવે છે. તેને 'ટર્કીબમ્પ' અથવા 'ડકબમ્પ' પણ કહી શકાય છે. દરેક વાળ સાથે જોડાયેલા નાના સ્નાયુઓના સંકોચનને કારણે આ ત્વચા ઉપસી આવી છે. દરેક સંકુચિત સ્નાયુ ત્વચાની સપાટી પર એક પ્રકારનો છીછરા ખાડો બનાવી દે છે, જેના કારણે આસપાસનો ભાગ ઉપસી આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ શરીરમાં ઠંડી લાગે છે ત્યારે ત્વચાની સપાટી સંકોચાઈ જવાને કારણે વાળ પણ ઊભા થઈ જાય છે. લોકોને ભાવનાત્મક અથવા ડરાવની પરિસ્થિતિમાં પણ રૂંવાડા ઊભા થઈ જવાનો અનુભવ થાય છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
