તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Thursday, 19th December 2024
જુનાગઢ હરિઓમ મેડીકેર ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઇ ચાવડાગોરનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૯: હરિ ઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી,દાતા અને ઉદ્યોગપતિ જીતુભાઇ મણીભાઇ ચાવડાગોરનો આજે જન્મદિન છે. તેઓના ૭૦માં જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેઓ આપણી રાજકોટ સ્થિત જ્ઞાતિમાં કોઈનું અવસાન થાય ત્યારે અંત્યેષ્ઠી વિધિ (નનામીથી લઈ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર સુધીની જ્ઞાતિના રીત રિવાજ મુજબની વિધિ) માટે તેઓ ખૂબ જ સમયસર પહોંચી મોટી સેવા આપે છે અને જય રાજેશ્વર સંતવાણી ગળપ (રાજકોટ) ચલાવીને રાજકોટ કે અન્ય સ્થળે સારા-નરસા પ્રસંગોમાં જઈને ભજન-કીર્તન કરીને આ ગ્રુપમાં જે આવક થાય તે આપણી જ્ઞાતિની જુદી-જુદી સંસ્થાઓને, સમૂહ લગ્ન સમિતિને કે ગૌશાળામાં આપીને મોટી સેવા બજાવે છે. (મો. ૯૮૭૯૫ ૯૦૧૦૧) ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
