News of Thursday, 19th December 2024
વિધિ - ૨૬: ‘‘ જયારે કોઇ કામના ઉઠે, એના ઉપર વિમર્શ કરો. પછી અચાનક એને છોડી દો'
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ : વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

તમને કોઇ ઇચ્છા થાય - ચાહે તે કામવાસના હોય, ચાહે પ્રેમની ઇચ્છા હોય, ચાહે ભોજનની ઇચ્છા હોય તમને ઇચ્છા થાય છે તો એના ઉપર વિમર્શ કરો જયારે આ સુત્ર કહે છે વિમર્શ કરો તો એનો મતલબ એ થાય છે કે એના પક્ષમાં કે વિપક્ષમાં વિચાર ના કરો પરંતુ જુઓ કે એ ઇચ્છા શું છે?
મનમાં કામવાસના પેદા થાય છે અને તમે કહો છો કે એ ખરાબ છે.આ વિમર્શ કર્યો એવું ના થયું તમને શિખવવામાં આવ્યું છે કે કામવાસના ખરાબ છે એટલે એને ખરાબ કહેવું વિમર્શ નથી. તમે શાસ્ત્રોને માની રહ્યા છો. ᅠતમે અતીતને પુછી રહ્યા છો. તમે કોઇ બીજી વસ્તુ ઉપર વિમર્શ કરી રહ્યા છો. બની શકે છે કે તે તમારા સંસ્કાર હોય, તમારૂ શિક્ષણ હોય, તમારી સંસ્કૃતિ હોય, તમારો ધર્મ હોય. તમે એના ઉપર વિચાર કરી રહ્યા છો. એ કામના ઉપર વિમર્શ નથી. સમજો કે કામવાસના છે અને તમે એના પક્ષમાં કે વિપક્ષમાં નથી કે એના બાબત તમારી કોઇ ધારણા નથી ફકત તમે એને જોઇ રહ્યા છો તો એને દેખવાથી તમારૂ આખુ અસ્તિત્વ એ કામનામાં જોડાઇ જશે. એક એકલી કામવાસના આગની લપેટ બની જશે. એ લપેટમાં તમારૂ આખું અસ્તિત્વ બળવા લાગશે- જાણે કે તમે સમગ્ર રૂપે કામુક થઇ ઉઠયા છો. ત્યારે કામવાસના કામકેન્દ્ર ઉપર સીમિત નહી રહે પણ તમારા આખા શરીર ઉપર ફેલાઇ જશે અને તમારા ઉપર સીમિત નહી રહે પણ તમારા આખા શરીર ઉપર ફેલાઇ જશે. અન તમારા શરીરનું એકે એક અણું ધ્રુજવા લાગશે. કામના અંગારો બની જશે ત્યારે એને છોડી દો,એનાથી એકદમ હટી જાઓ. એની સાથે લડો નહી એટલું જ કહો કે હું છોડી દઉં છું.
ત્યારે શું થશે? જયારે તમે કહો છો કે હું છું એક જુદાપણું ઘટી જશે. તમારૂ શરીર, કામથી ઉતમ શરીર અને તમે, બે જુદા થઇ જાઓ છો. અચાનક એક ક્ષણમાં એમની વચ્ચે ભીતરમાં જમીન- આસમાનનું અંતર પેદા થઇ જશે. શરીર તો આવેગથી, કામવાસનાથી ઉતેજિત છે અને કેન્દ્ર શાંત છે, માત્ર જોઇ રહ્યું છે. યાદ રહે ત્યાં કોઇ સંઘર્ષ નથી ફકત અળગાપણું છે. સંઘર્ષમાં તમે જુદા નથી હોતા. જયારે તમે લડો છો ત્યારે એને જોઇ શકો છો- જાણે તમે નહી પણ કોઇ બીજો જોઇ રહ્યો છે.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
