તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 19th December 2024
ભારતે U-19 વિમેન્સ એશિયા કપમાં બાંગ્લાદેશને કચડ્યું :માત્ર 12.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો
ભારત તરફથી આયુષી શુક્લાનું રહ્યું દમદાર પરફોર્મન્સ: ગોંગડી ત્રિશાએ દમદાર પ્રદર્શન સાથે અડધી સદી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચ બની

ભારતે વિમેન્સ અંડર 19 એશિયા કપ 2024 માં અત્યાર સુધી દમદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ સુપર ફોર મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની આ જીતમાં આયુષી શુક્લા અને ગોંગડી ત્રિશાની ભૂમિકા મુખ્ય રહી. ત્રિશાએ દમદાર પ્રદર્શન સાથે અડધી સદી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચ બની તો આયુષીએ બોલિંગમાં કમાલ બતાવી
બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતાં 8 વિકેટના નુકસાને 80 રન બનાવ્યા. કેપ્ટન સૌમ્યા અખ્તર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. સાદિયા અખ્તર 2 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ તો આફિયા ઝીરો પર આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આયુષી શુક્લાએ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ બીજી 1 વિકેટ લીધી તો સોનમ યાદવે 2 વિકેટ અને શબનમ અને મિથિલાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે 12.1 ઓવરમાં મેચ જીતી લીધી. ઈન્ડિયા માટે ઓપનર ત્રિશાએ 50 રન બનાવ્યા તો 46 રનમાં 28 નોટ આઉટ સ્કોર પર રહી જેમાં 10 ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન નિકી પ્રસાદ 22 નોટ આઉટ, તેણે 14 બોલ 1 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
ભારતનો સુપર ફોરમાં હવે શ્રીલંકા સામે મેચ રમશે જે શુક્રવારે યોજાશે. ભારતે આ ટુર્નામેંટમાં બાંગ્લાદેશ પેહલા પાકિસ્તાન સામે મેચ રમી હતી જેમાં તે મેચ ભારત 9 વિકેટથી જીત્યું હતું.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
