તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th December 2024
ભારતમાં 2025માં કેન્સરના દર્દીઓની સંખ્યા 15 લાખને વટાવે તેવી આશંકા

નવી દિલ્હી: દુનિયાભરમાં સતત વધી રહેલા કેન્સરના મામલે રશિયાએ દાવો કર્યો છે કે, તેણે કેન્સરની રસી બનાવી લીધી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 2025થી રસી મૂકાવવાનું શરુ કરી દેવાશે. રશિયાએ પણ સ્પષ્ટ કર્યું કે, આ રસીનો શૉટ ફક્ત કેન્સરના દર્દીઓ માટે હશે, ન કે ટ્યુમર(ગાંઠ) બનવાથી રોકવા માટે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી કે, વેક્સિન કયા કેન્સરની સારવાર માટે હશે. એ પણ નથી જણાવવામાં આવ્યું કે, આ રસી કેટલી અસરકારક છે. એટલું જ નહીં, રસીનું નામ પણ હજુ સુધી સામે નથી આવ્યું. જોકે, રશિયાએ એટલું જણાવ્યું કે, તે પોતાના દેશના દર્દીઓને આ રસી મફત પ્રદાન કરશે. રશિયાની જેમ જ દુનિયાના ઘણાં દેશોમાં પર્સનલાઇઝ્ડ કેન્સરની રસી પર કામ ચાલી રહ્યું છે. આ પ્રકારની રસીમાં દર્દીના ટ્યુમરમાં હાજર RNAનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે મે મહિનામાં ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચાર કેન્સરના દર્દીઓ પર પર્સનલાઇઝ્ડ વેક્સિનન ટેસ્ટ કરી હતી. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, રસી લગાવ્યાના બે દિવસ બાદ જ દર્દીઓમાં મજબૂત ઇમ્યુનિટી પેદા થઈ હતી. જો રશિયાનો દાવો સાચો પડે છે અને કેન્સરની રસી આવે છે, તો આ મેડિકલ સાયન્સમાં એક મોટું પગલું રહેશે. કારણ કે, કેન્સર એક એવી બીમારી છે જેનાથી દર વર્ષે લાખો લોકોના મોત થઈ જાય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અનુસાર, દુનિયાભરમાં મોતનું બીજું સૌથી મોટું કારણ કેન્સર જ છે. દુનિયામાં થતાં દર 6 માંથી 1 મોતનું કારણ કેન્સર હોય છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
