તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Thursday, 19th December 2024
પુલવામા હુમલામાં પિતાને ગુમાવનાર રાહુલ હરિયાણા અન્ડર ૧૬ ની ટીમમાં સામેલ સેહવાગે ઉઠાવી હતી જવાબદારી
શ્રી નગરમાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ માં આંતકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયેલ

નવી દિલ્હીઃતા.૧૯ : હરિયાણાએ અંડર-૧૬ વિજય મર્ચન્ટ ટુર્નામેન્ટ માટે તેની ટીમની જાહેરાત કરી. આ ટીમમાં રાહુલ સોરંગનું નામ પણ સામેલ છે. રાહુલ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે અને તેને તેની કારકિર્દીની શરૂઆત માનવામાં આવી રહી છે. રાહુલ સોરંગે નાની ઉંમરમાં પિતા ગુમાવ્યા હતા પરંતુ આજે તે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. સોરંગની સફળતામાં ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની મહત્વની ભૂમિકા છે.
રાહુલના પિતા વિજય સોરંગ સીઆરપીએફમાં હતા. તેઓ ૨૦૧૯માં પુલવામા હુમલામાં શહીદ થયા હતા. આ હુમલા બાદ વીરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી કે તે તમામ શહીદોના બાળકોના ભણતરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ બાળકો પોતાની શાળામાં અભ્યાસ કરશે અને રહેશે. એ બાળકોમાં રાહુલ પણ સામેલ હતો.
વર્ષ ૨૦૧૯માં તે સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આવ્યો હતો અને ત્યારથી તે આ જ સ્કૂલમાં રહે છે.
સેહવાગે અભ્યાસની સાથે સાથે ક્રિકેટ કોચિંગનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. રાહુલ સોરંગને હવે હરિયાણાની અંડર-૧૬ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ટ્વિટર પર તસવીર શેર કરતી વખતે સેહવાગે લખ્યું, હું ખૂબ જ ખુશ છું કે પુલવામાના હીરો શહીદ વિજય સોરંગના પુત્ર રાહુલ સોરંગે ૨૦૧૯માં સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે છેલ્લા ચાર વર્ષથી અમારી સાથે છે અને હવે તેની પસંદગી હરિયાણાની અંડર-૧૬ ટીમમાં થઈ છે. આનાથી મને ખૂબ આનંદ થયો. આપણા મહાન સૈનિકોનો આભાર.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
