News of Thursday, 19th December 2024
પાકિસ્તાનને મોટો ઝટકો : લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પર રોક

વોશિંગ્ટન : અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપતાં તેના બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં યોગદાન આપતી ચાર સંસ્થાઓ પર અચાનક પ્રતિબંધ મૂકી દીધોઃ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા મેથ્યૂ મિલરે કહયું કે અમેરિકા પાકિસ્તાનના કાર્યક્રમ પર સતત નજર રાખી રહયુ હતુ અને અમે આ મામલે પહેલા પણ ચિંતા વ્યકત કરી હતી. એક પોસ્ટમાં મિલરે કહ્યુ કે આજે અમેરિકા ચાર સંસ્થાઓના નામ જાહેર કરી રહયુ છે જે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં ફાળો આપી રહી હતી. આ સંસ્થાઓ સામુહિક વિનાશ કરે તેવા હથિયારો બનાવે છે. હવે પ્રતિબંધ હેઠળ આ સંસ્થાઓની કોઇપણ અમેરિકન સંપત્તિ ફ્રીઝ કરી દેવાશે અને અમેરિકન નાગરિકોને આ કંપનીઓ સાથે ડીલ કે વેપાર કરતાં અટકાવાશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
