તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th December 2024
મોરબી રોડ-ન્યુ થોરાળા સહિતના વિસ્તારમાં ૧૦ મકાન ધારકોના નળ કટ
૭ મિલ્કત સીલ, ૭ને નોટીસઃ બપોર સુધીમાં ૩૦.પ૧ લાખની આવક

રાજકોટઃ મહાનગરપાલિકાનાં વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ની બાકી વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત આજે રૈયા રોડ, મોરબી રોડ, ગાંધીગ્રામ, ન્યુ થોરાળા, કોઠારીયા સહિતના વિસ્તારમાં ૭ મિલ્કતોને સીલ તથા ૧૯ મિલ્કતોને સીલની કાર્યવાહી કરતા વેરો ભરપાઇ થયો હતો. તથા ૭ મીલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા ૧૦ નળ કનેકશનર કપાત કરવામાં આવ્યા હતા. બપોર સુધીમાં રૂા.૩૦.૫૧ લાખની આવક થવા પામી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે. નંદાણીયા તથા આસી. કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગોૈરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે.
(4:21 PM IST)










