ભાજપ ‘અહંકારી' તો વિપક્ષી ગઠબંધન ‘રામ વિરોધી' : ભગવાન રામ બધા સાથે ન્યાય કરે છે : જેણે રામની ભકિત કરી પણ ‘અહંકાર' આવી ગયો તેઓ ૨૪૧ પર અટકાવી દીધા : જેઓમાં રામ પ્રત્યે આસ્થા નથી તેમને ૨૩૪ પર રોકી દીધા : RSSના નેતા ઇન્દ્રેશકુમારનું સ્ફોટક નિવેદન : પ્રભુનો ન્યાય વિચિત્ર નથી : સત્ય છે : ઘણો આનંદદાયક છે10:00 AM IST
ભારતની અર્થવ્યવસ્થા તોફાની ગતિએ ચાલતી રહેશે : રેટિંગ એજન્સી મૂડીઝ અનુસાર વર્ષ ૨૦૨૪માં ભારત એશિયા - પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે : ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ભારત ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં વૃધ્ધિની આગેવાની લેશે : ચૂંટણી પછીની નીતિ સાતત્યના આધારે ભારત આ વર્ષે ૬.૮ ટકાના દરે વૃધ્ધિ કરશે9:57 AM IST
એક મહોલ્લામાં બે પત્ની, 5 બાળકો, રહસ્ય ખુલતાં જ પહેલી પત્નીના પગ નીચેથી જમીન સરકી:જાણો ચોંકાવનારી ઘટના : પહેલા લગ્નના બે વર્ષ બાદ પતિએ ગુપ્ત રીતે બીજા લગ્ન કર્યા,બીજી પત્નીને પણ મહોલ્લામાં રાખી. બંને પત્નીઓમાંથી તેને પાંચ સંતાનો,પહેલી પત્નીને આ વાતની જાણ થઈ તો ઝઘડો થયો:સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનો છે.11:20 PM IST
ગૌરવની ક્ષણ: દુનિયાના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો સમાવેશ : UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન અપાયુ10:17 PM IST
દેવીએ સ્વપ્નમાં બલિદાન માંગ્યું:એકના એક પુત્રને પાવડાથી કાપ્યો ' કાતિલ માતાનું ચોંકાવનારું કૃત્ય : યુપીના બિજનૌરમાં હૈયું હચમાવતું કૃત્ય :સહાના જલાલપુર હસના ગામમાં એક માતાએ પોતાના માત્ર 4 વર્ષના પુત્રનું બલિદાન આપ્યું :પાવડા વડે માસુમ બાળકનું ગળું કાપી નાખ્યું પછી તેને રસોડાના ગેસના ચૂલા અને લાકડા પર મૂકીને સળગાવવાનો પ્રયાસ કર્યો7:15 PM IST
અમેરિકામાં ૨૫ ટકાથી વધુ લોકો એક ટંક ભૂખ્યા રહેવા લાગ્યા : કરિયાણું નથી પોસાતું : અમેરિકા દુનિયાનો સૌથી ધનિક દેશ હોવા છતાં ત્યાંના ઓછી આવક ધરાવતા લોકોને મોંઘવારી સતાવી રહી છે : ગ્રોસરીના ભાવ સતત વધતા જાય છે ત્યારે લોકોની આવકમાં એટલો વધારો નથી થયો : માસિક આવકનો ૬૦ ટકાથી વધુ હિસ્સો ફૂડ, વીજળી અને ઘરના ભાડામાં જતો રહે છે3:36 PM IST
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડે રિયાસીમાં વૈષ્ણો દેવી જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી, ટ્વીટ કર્યું : ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ અને પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી:ટ્રેવિસ હેડે ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું 2:09 PM IST
રાધારાણી અંગે પંડિત પ્રદીપ મિશ્રાના નિવેદનથી રોષે ભરાયો સંત સમાજ, ઈન્દોરમાં પૂતળા દહન : પ્રેમાનંદજી મહારાજે વાર્તાકાર પંડિત પ્રદીપ મિશ્રાની “શ્રી કૃષ્ણ દિવાની રાધારાણી” પરની વિવાદાસ્પદ ટિપ્પણી સામે સખત વાંધો વ્યક્ત કર્યો:નારાજ પ્રેમાનંદજી મહારાજે પંડિત પ્રદીપ મિશ્રાને કહ્યું કે તમને નરકમાંથી કોઈ બચાવી શકશે નહીં6:47 PM IST
ઈન્દ્રેશ કુમારના નિવેદન પર મનોજ ઝાએ કહ્યું-રામદ્રોહી કોઈ નથી :એક ખિસ્સામાં મહાત્મા ગાંધી અને બીજામાં ગોડસેનો ફોટો? આવું ના ચાલે : બાપુ મર્યાદાપુરુષોત્તમના ચરિત્રમાં માનતા હતા: ભારતીય લોકશાહી જીવંત છે..તે તમને 241 થી 2 બેઠકો પર લઈ જઈ શકે છે. માટે આ લોકશાહીમાં આ બધું અહંકારથી ના કરો, હું મુજરા અને ભેંસ ચોર આવું ના કરો 1:28 PM IST
NEET પેપર લીકના કોઈ પુરાવા નથી, આ વિદ્યાર્થીઓની ફરીથી થશે પરીક્ષા: ખડગેના આરોપો પર શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા : પ્રધાને કહ્યું કે અત્યાર સુધી NEET પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે પ્રશ્નપત્ર લીક થવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આને લગતા તમામ તથ્યો સુપ્રીમ કોર્ટ સમક્ષ છે અને વિચારણા હેઠળ છે.12:12 AM IST
OFBJP ટેમ્પા દ્વારા ભાજપની ઐતહાસિક જીતની ભવ્ય ઉજવણી :કાર્યક્રમ સ્થળે પીએમ મોદી અને અમિતભાઇ શાહ અને OFBJP ટેમ્પાના બેનરોથી શણગારાયુ : તમામ વક્તાઓએ તેમના નિર્ણાયક જનાદેશ માટે મોદી અને ભાજપની પ્રશંસા કરી: કાર્યક્રમમાં સેંકડો ભારતીય-અમેરિકનો અને મોદીના સમર્થકોએ હાજરી આપી:"મોદી, મોદી" અને "ભારત માતા કી જય"ના નારા લગાવ્યા9:12 AM IST
પુષ્ટીમાર્ગ સંપ્રદાયે ઉઠાવ્યો વાંધો : ગુજરાત હાઈકોર્ટે 'મહારાજ' ફિલ્મની રિલીઝ પર મૂક્યો સ્ટે : આ ફિલ્મ પુષ્ટીમાર્ગના બહુચર્ચીત અને વિવાદાસ્પદ રહેલા મહારાજા લાયબલ કેસ પર આધારીત છે અને તેથી તેના સભ્યો ફિલ્મની રિલીઝ પર વાંધો ઉઠાવ્યો હતો OTT પ્લેટફોર્મ નેટફ્લિકસ પર મહારાજ નામની ફિલ્મ શુક્રવારે રિલીઝ થવાની હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવામાં આવ્યો છે3:57 PM IST

વિશ્વ રક્તદાતા દિવસ

વિરોધ પ્રદર્શન

આભ ફાટ્યું

શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સારસા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સારસામાં સ્વાગતની કોઈ જ ઔપચારિકતા વિના ગ્રામજનો સાથે સીધો જ સંવાદ સાધ્યો હતો.

મુખ્યમંત્રી આ અભિગમને આગળ ધપાવતાં શુક્રવારે સવારે ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા.

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. ભારત અને ઈટલી બંને લોકતાંત્રિક દેશ છે અને બંનેની વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો છે. બંને દેશ કાયદાનું શાસન, માનવાધિકારના સન્માન અને સમાવેશી વિકાસના માધ્યમથી આર્થિક વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ છે.

આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્વાસે કહ્યું કે રક્તદાન એ સૌથી ઉમદા કાર્યોમાંનું એક છે જે વ્યક્તિ કરી શકે છે. તે જીવન બચાવે છે અને હજારો લોકો કે જેઓ જીવવા માટે સારા સમરીટન પર નિર્ભર છે.

અપુલિયામાં G7 સમિટની બાજુમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર અને યુકેના વડા પ્રધાન ઋષિ સુનક દ્વિપક્ષીય મીટિંગમાં જોડાયા હતા.

G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકના સુચારુ આયોજન માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને શુભેચ્છા પાઠવી હતી.
અકિલા સોશ્યિલ મીડિયાઆમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અનાથ બહેનોને દોરડા વડે માર મારતા બાળ વિભાગે દરમિયાનગીરી કરી : થોડાક દિવસ પહેલા એક યુવતીએ કેનાલમાં કૂદી આપઘાત કરતાં તેની માતાએ રિશ રાખી આનાથ બહેનોને મારી:માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બે સગીર બહેનોને આપઘાત કરનાર યુવતીની માતા અને મામાએ ઢોર માર માર્યો:બાળ વિભાગની ટીમ બંને બહેનોને સુરક્ષિત જગ્યાએ લાવી જરૂરી કાર્યવાહી કરી10:18 PM IST
ડબલ મર્ડર..૧૬ લાખની સોપારી..વિડિયો કોલીંગ દ્વારા પુરાવા સોપારી આપનારને આપેલ : કબ્રસ્તાનમાં દાટી દીધેલ બન્ને લાશનું રહસ્ય અંતે રેન્જ આઇજી પ્રેમવીરસિંહનાં માર્ગદર્શનમાં સુરત રૂરલ એસપી ટીમ દ્વારા ખોલતા સાઉથ ગુજરાત હચમચી ગયું : ખુર્શીદઅલી દ્વારા દુશ્મનાવટ લીધે સોપારી, હત્યાના સાક્ષી ન રહે તેથી બીજી હત્યા કરેલ.....અકિલા સમક્ષ જિલ્લા પોલીસવડા હિતેષ જોયસર પડદો હટાવે છે1:30 PM IST
૫૦ લાખ તો શું ૫૦ રૂપિયા આપ્યા વગર અપહૃત રાહુલ પટેલનો છૂટકારો આ રીતે થયો : અમદાવાદની આંગડિયા પેઢીની ચેન્નાઇ બ્રાન્ચના સ્ટાફના અપહરણના ચકચારી મામલો : ક્રાઇમ બ્રાન્ચ દેવદૂત પુરવાર : અમદાવાદ સીપીની પ્રજાલક્ષી નીતિનો ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાંજીયાનના નેતૃત્વમાં એસીપી ભરત પટેલ ટીમની જહેમત ફળી1:55 PM IST
જનસેવકની અનોખી જનસંવેદના : આણંદ જિલ્લાના સારસાના ગ્રામજનોએ પોતિકી સરકાર-પોતાના મુખ્યમંત્રીની લાગણી અનુભવી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાના સારસાના લોકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળવા સારસા ગામની મૂલાકાતે પહોંચ્યા : ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણની હૈયાધારણા આપી : વિવિધ યોજનાકીય લાભોના ૧૦ જેટલા ચેકોનું લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિતરણ2:04 PM IST
નગર મેં જોગી આયા, છ વર્ષ બાદ પ.પૂ.મહંતસ્વામી મહારાજનું રાજકોટમાં આગમન : પ્રમુખસ્વામી મહારાજના વારસદાર, મહંતસ્વામી મહારાજનો પરિચય કેળવીએ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણીને એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરેલા સુશિક્ષિત અને પ્રતિભાવાન ધર્મગુરુ જેને પ્રમુખસ્વામી મહારાજે પોતે પસંદ કર્યા : આજથી ૧૦ જુલાઈ સુધી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંતસ્વામી મહારાજ દરરોજ સાંજે ૬ થી ૮ સૌને દર્શન આશીર્વાદથી લાભાન્વિત કરવાના છે 1:57 PM IST
રવિવારે 'બાન વંદે આયુકોન-૨૦૨૪' કોન્ફરન્સ : ૧ હજાર આયુર્વેદના તજજ્ઞો ભાગ લેશે : ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદીક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસીન ગુજરાત દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે આયોજન આયુર્વેદના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન - નવા સંશોધનો અને રિસર્ચની અપાશે માહિતી : રકતદાન કેમ્પ પણ યોજાશે : ડો. સંજીવ જીવરાજાની4:10 PM IST
બીએપીએસ મંદિરે પૂ. મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત : ર૬ દિવસ રાજકોટમાં રોકાશે : નિજમંદિરને રંગોળી, રંગબેરંગી ફૂલોથી સજાવટ : બાળકો દ્વારા નૃત્ય અને યુવાનો દ્વારા ઢોલ નગારાથી ગુરૂહરિને વધાવ્યા દરરોજ સવારે ૬ થી ૮ પ્રાતઃ પૂજા દર્શન, સાંજે પઃ૩૦ થી ૮ સંધ્યાસભા, અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સરવાણી 4:11 PM IST
માધાપરના મનહરપુર નજીક ટ્રકની ઠોકરે બાઇક ચડી જવાથી ધોરણ-૧૨ના વિદ્યાર્થી રાજનું મોત : વેકેશન પુરુ થતાં આજથી સ્કૂલની નવી ટર્મનો આરંભ કરે તેની આગલી સાંજે જિંદગીની સફરનો અંત : મિત્ર સાથે માતાજીના દર્શન કરી પરત આવતી વખતે બનાવઃ આજથી શાળાએ જવાનું હતું : મનહરપુરના સમેરવા પરિવારમાં શોકની કાલીમાઃ અકસ્માત સર્જી ટ્રક મુકી ચાલક ભાગી ગયોઃ મિત્ર સંજયનો નજીવી ઇજા સાથે બચાવઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો3:14 PM IST
સતત બીજા દિવસે સ્કૂલ વાન-રીક્ષાઓ બંધ : RTO દ્વારા મોદી સ્કૂલ પાસે ૮ વાન ચાલકોને ઝપટે લેવાયા.. : ૮૦ ટકા વર્ધી ચાલકોએ બંધ રાખતા વાલીઓ હેરાન-પરેશાનઃ ભારે દેકારો : સ્કૂલોની બસો નિયમીત દોડે છેઃ આજે જે ઝપટે ચડયા તેમને ૧૦ થી રપ હજારનો દંડ ફટકારાયો... : આજથી બે દિ' સેન્ટમેરી-સેન્ટ પોલ-SNK સ્કૂલના વાન સંચાલકોએ બંધ પાળી હડતાલ કરતા દોડધામ3:14 PM IST
વીજ બોર્ડના ડાયરેકટર ટેક. હેરીન કોઠારીનું દુઃખદ અવસાન : હજારો કર્મચારીઓમાં ઘેરો શોક : અકિલાના મોભી કિરીટભાઇ - અજીતકાકા - નિમીષભાઇ સાથે અતૂટ નાતો હતો : વીજતંત્રમાં જૂનિયર ઇજનેરથી ડાયરેકટર સુધીની ઝળહળતી સફળતમ કારકિર્દી : રાજકોટમાં ૨૦૦ કિમીનો અન્ડરગ્રાઉન્ડ કેબલ તથા જંગલેશ્વર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં એકલા હાથે વીજચોરી ઝડપી લીધી હતી11:16 AM IST
આનંદનગર કવાટરોના લાઇટ-પાણી જોડાણ કટ4:17 PM IST
બે ડઝન ગુનાઓમાં સામેલ વિપુલ બગથરીયા દેશી તમંચા સાથે પકડાયો : હત્યાની કોશિષ, રાયોટીંગ, એટ્રોસીટી, દારૂ, જૂગાર, મારામારી, ધાકધમકી સહિતના ગુનાઓમાં સંડોવણી માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, એમ. ડી. ગઢવી, પીએસઆઇ ડી. એસ. ગજેરા અને ટીમની કામગીરી હેડકોન્સ. અજયભાઇ વિકમા, જયદિપસિંહ ભટ્ટી અને મયુરદાન બાટીની બાતમી4:03 PM IST
સિવિલ હોસ્પિટલની સિક્યુરીટી એટલી કડક થઇ ગઇ કે આઇ કાર્ડ વગર તબિબ, નર્સિંગ સ્ટાફને પણ નો-એન્ટ્રી! : મહિલા તબિબ સાથે માથાકુટ બાદ એક્સ આર્મીમેનને દરેક વોર્ડમાં તૈનાત કરી દેવામાં આવ્યા : સવારે ઇમર્જન્સી વોર્ડમાં ફરજ પર આવેલા સ્ટાફ પાસે નિયમોનું કડક પાલન કરાવાયું: દર્દીના સગાઓને પણ પાસ વગર વોર્ડમાં પ્રવેશવાની સખ્ત મનાઇઃ સવારે આઇ કાર્ડ વગરના અનેકને ઇમર્જન્સી વોર્ડ બહાર ઉભા રહેવું પડયું3:20 PM IST
અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા વાડીના બોરમાં પડી: ગાંધીનગરથી NDRFની ટીમ રવાના : દોઢ વર્ષની બાળકી આરોહી બોરમાં પડી જતાં સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવિયા , લાઠી પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે : રાજુલાથી યંત્ર રોબોટની ટીમ બોલાવવામાં આવી :આરોહી 40થી 50 ફૂટ ઉંડે ફસાઈ હોવાનું અનુમાન6:35 PM IST
મીઠાપુર પોલીસ સ્ટેશન શાંતિ સમિતીની મિટિંગ યોજાઈ 10:32 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
હું હજી મારા શિખરે નથી પહોંચ્યોઃ નીરજ ચોપરા6:09 PM IST
હોકી ઈન્ડિયા લીગ માટે ખેલાડીઓની નોંધણી શરૂ 6:10 PM IST





























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































































