<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ચારધામ પ્રત્‍યે વિદેશીઓની પણ વધી આસ્‍થા

અત્‍યાર સુધીમાં દર્શન માટે ૧૦૯ દેશોમાંથી ર૦ હજાર રજીસ્‍ટ્રેશન

દેહરાદૂન તા. ૧૪: ચારધામ યાત્રા પ્રત્‍યે વિદેશી નાગરિકોની આસ્‍થા પણ વધી રહી છે. આ વખતે કેદારનાથ સહિત ચારધામના દશર્શ્રન માટે રજીસ્‍ટ્રેશન કરાવનાર વિદેશી ભકતોની સંખ્‍યા વધી ગઇ છે. તેમના રજીસ્‍ટ્રેશન માટે ખાસ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

ઉત્તરાખંડ પર્યટન વિભાગના જોઇન્‍ટ ડાયરેકટર વાય. કે. ગંગવાર અનુસાર ચારધામ યાત્રા માટે અત્‍યાર સુધીમાં ૧૯૮૦૯ વિદેશી નાગરિકો રજીસ્‍ટ્રેશન કરાવી ચૂકયા છે. આ વિદેશીઓમાં નેપાળ પછી સૌથી વધારે રજીસ્‍ટ્રેશન અમેરિકન નાગરિકોએ કરાવ્‍યું છે. યાત્રા પ્રત્‍યેની આસ્‍થા તેમને સાત સમંદર પારથી ઉત્તરાખંડ લાવી રહી છે. આ યાત્રા માટે અત્‍યાર સુધીમાં દેશ-વિદેશના મળીને ૪૧ લાખથી વધારે તીર્થયાત્રીઓએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે.

આ વખતે ૧૦૯ દેશોના નાગરિકોએ ચારધામ યાત્રા માટે વિભીન્‍ન માધ્‍યમો દ્વારા રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. તેમાં સિંગાપુર, કેનેડા, દક્ષિણ આફ્રિકા, તાંશ્રઝાનીયા, બ્રાઝીલ, રશીયા, નેધરલેન્‍ડ, ભૂટાન, શ્રીલંકા, નોર્વે, ઇન્‍ડોનેશીયા, કુવૈત, ઇટલી, જર્મની, થાઇલેન્‍ડ, હંગેરી, સ્‍વીડન, કતાર, ઇરાક, જાપાન, મેકસીકો, ઓમાન, બહેરીન, ઇરાન, ડેન્‍કમાર્ક, લેબનોન અને ઇઝરાયેલ સામેલ છે.

(2:50 PM IST)