<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

મનપાની ૧૩૦થી વધુ મિલકતો પાસે ફાયર NOC નથી

નિયમોનું પાલન કરાવનાર મહાનગર પાલિકાએ જ નિયમો નેવે મુક્યાઃપૂર્વ -પશ્વિમ ઝોનની કચેરીમાં પણ ફાયર સેફ્ટી ન હોવાનું સામે આવ્યુ છે ૧૮ વોર્ડની પાલિકાની કચેરીમાં પણ ફાયર સેફ્ટી નથી

રાજકોટ,તા.૧૪

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. નિયમોનું પાલન કરાવનાર મહાનગર પાલિકાની જ ૧૩૦ થી વધારે મિલકતો પાસે ફાયર NOC ન હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટ મહાનગર પાલિકાની ૧૩૦થી વધુ મિલકતોમાં ફાયર સેફ્ટીનું NOC નથી. મુખ્ય કચેરી, પૂર્વ -પશ્વિમ ઝોનની કચેરીમાં પણ ફાયર સેફ્ટી ન હોવાનું સામે આવ્યુ છે. ૧૮ વોર્ડની પાલિકાની કચેરીમાં પણ ફાયર સેફ્ટી નથી.

ડિસેમ્બર ૨૦૨૩ના એક્ટ અનુસાર ફાયર NOC લેવું ફરજિયાત છે. છતા પણ મહાનગર પાલિકાની ૧૩૦થી વધુ મિલકતોમાં જ ફાયર સેફ્ટી નથી. લોકોની મિલકતો સામે કાર્યવાહી કરતી પોલિકા પોતે જ બેદરકારી છે. લોકોને નિયમોનું પાલન કરાવતી પાલિકા જ નિયમનું પાલન કરતી નથી. મહાનગર પાલિકાની મિલકતો પાસે જ ફાયર NOC ના હોવાથી અનેક સવાલો ઉભા થયા છે. જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉભા થાય છે.

(10:14 PM IST)