<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ડેડીયાપાડા રોડ પર બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત, બે ને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા રોડ ઉપર બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માત માં એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે બે ને ઈજાઓ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
   પ્રાપ્ત માહિતી અનુસાર મહેશભાઇ રામાભાઇ વસાવા (રહે-વક્રાતઆંબા તા-ઉમરપાડા જી-સુરત )નાઓએ આપેલી ફરિયાદ મુજબ આ અકસ્માતમાં મોટરસાઇકલ નંબર- GJ-26- AC-0394 ના ચાલકે બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચે વળાંકમાં રોડ ઉપર પોતાના કબજામાંની મો.સા.ને પૂરઝડપે હંકારી લાવી મરનાર દીપકકુમાર મહેશભાઇ વસાવા( ઉ.વ. આ.૧૮)( રહે-વક્રાતઆંબા છેલ્લુ ફળીયુ તા-ઉમરપાડા જી-સુરત )નાઓની મો.સા.નં.GJ-22-E-9276 ને અડફેડમાં લઇ એકસીડન્ટ કરી દેતા લલીતાબેન ને ડાબી આંખની ઉપર ગંભીર ઇજા પહોંચાડી તેમજ સેજલબેનનાને શરીરે નાની મોટી ઇજા પહોંચાડી મરનારને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ તથા જમણા પગનાં જોધમાં તથા જમણા હાથના બાવળાના ભાગે ફ્રેકચર કરી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે KTM 250 DUKE મોટરસાઇકલ ના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.


 

(10:05 PM IST)