<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

અવકાશમાં ભારત ની ઘાક

મંગળ પર ભારતીય વૈજ્ઞાનિકોએ શોધેલા ક્રેટર્સને મળ્‍યા ભારતીય નામ એકનું નામ ‘‘લાલ'' અન્‍ય બે યુપી અને બિહારના નામ પર

અમદાવાદઃ અમદાવાદની ફીઝીકલ રિસર્ચ લબેરેટરી (પીઆરએલ)ના વૈજ્ઞાનિકો એ મંગળ ગ્રહ પર ત્રણ નવા ક્રેટર્સ (ગોળ આકારના વિશાળ ખાડા) શોધી કાઢયા છે. તેમાંથી અકે ક્રેટરનું નામ પીઆરએલના ભૂતપૂર્વ ડાયરેકટર પ્રો. દેવેન્‍દ્ર લાલના નામ પર ‘‘લાલ'' અને બાકીના બે ના યુપી અને બિહારના ગામોના નામ પર ‘‘ મુરસાન'' અને ‘‘હિલસા'' રખાયુ છે. ઇન્‍ટરનેશનલ એસ્‍ટ્રોનોમીકલ યુનિયન(આઇએયુ)એ આ નામોને મંજૂરી આપી દીધી છે. મુરસાન ઉતરપ્રદેશના હાથરસ અને હિલસા બિહારના નાલંદા જીલ્લામાં છે.એસ્‍ટ્રોફીઝીકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચના પરિણામોમાં જણાવાયું કે ત્રણે કેટ્રર્સ મંગળના થાઇસિસ વિસ્‍તારમાં છે. જવાળામુખી થી ભરેલો છે. ‘‘લાલ'' ક્રેટર્સ ૧૦ કિલોમીટર પહોળો છે તેનો આખો વિસ્‍તાર લાવાથી ભરેલો છે.મુરસાન ક્રટર્સ ૧૦ કિલોમીટર પહોળો છે અને તે લાલા ક્રેટર્સની પૂર્વ રીમ પર છે. તેનું નામ યુપીના મુરસાન ગામ પર એટલે રખાયુ છે કે ત્‍યાં પીઆરએલના વસતમાન ડાયરેકટર અનિલ ભારદ્વાજનો જન્‍મ થયો હતો. તેઓ દેશના પ્રખ્‍યાત પ્‍લેનેટરી સાયન્‍ટીસ્‍ટ છે. તો રિસર્ચરોની ટીમાં સામેલ ડોકટર રાજીવ રંજન ભારતીનો જન્‍મ બિહારના હિલસામાં થયો હતો એટલે ત્રીજા ક્રેટર્સનું નામ હિલસા રાખવામાં આવ્‍યું હતું.

(3:59 PM IST)