News of Friday, 14th June 2024
સેલંબા ગૃપ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં હોબાળો : સરપંચ પતિને માર મારનાર વિરૂદ્ધ એટ્રોસીટી દાખલ
મહિલા સરપંચના અઘ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં સરપંચ પતિને ગાળો આપી જાતી વિરૂદ્ધ શબ્દો બોલતા મામલો બગડ્યો:સરપંચ પતિના શર્ટનો કોલર પકડી પંચાયત ઓફીસની બહાર ખેચી જઇ ઢીકા પાટુનો માર માર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકામાં આવેલી સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતની ઓફિસમાં યોજાયેલી સામાન્ય સભામાં મહિલા સરપંચના પતિને માર મારી જાતી વિરૂદ્ધ શબ્દો બોલનાર ચાર વિરૂદ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ થયો છે
મળતી વિગતો અનુસાર મહિલા સરપંચ સોનલબેન આકાશભાઈ ગંગારામભાઈ તડવી, (રહે.સેલંબા કુઈદા ફળિયું તા.સાગબારા જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ સેલંબા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ હોય અને તેમના અધ્યક્ષ સ્થાને સેલંબા ગૃપ ગ્રામ પંચાયતની ઓફીસમા પંચાયતના સભ્યો સાથે પંચાયતની સામાન્ય સભા ચાલતી હતી તે વખતે તેમના પતિ આકાશભાઇ ગંગારામભાઇ તડવી નાઓ પંચાયત ઓફીસે આવતા પુંજાબેન ગોવિંદભાઈ ગોસાઈ નાઓએ તેમને જોઇને કોઇ કારણસર આવેશમાં આવી જઇ મા બેન સમાણી ગાળો બોલતા હોય જેથી મહિલા સરપંચે ઝગડો ન કરવા સમજાવતા પૂંજા બેને જાતી વિરૂદ્ધ બોલી તમે સરપંચ બનવાની કોઇ ઔકાત નથી તમે નીચી જાતિના છો તમારી આ ખુરશી પર બેસવાની કોઇ ઔકાત નથી તેમ કહેતા આકાશભાઇએ તેઓને જે કંઇ કહેવુ હોય તે સભ્યતાથી કહો આવી રીતે મારી જાતિ ઉપર ગાળો ના બોલશો તેમ કહેતા પૂંજા બેન અને તેમના પતિ ગોવિંદભાઈ જાલમસીંગભાઈ ગોસાઈ નાઓએ તેમને ધક્કો મારી શર્ટનો કોલર પકડી પંચાયત ઓફીસની બહાર ખેચી જઇ ઢીકા પાટુનો માર માર્યો અને ત્યારે જ
રવિન્દ્રભાઇ જાલમસીંગભાઈ ગોસાઈ એ ઇંટ લઇ આકાશભાઇને પીઠના ભાગે મારી ઇજા પહોંચાડી આ વખતે મહિલા સરપંચ વચ્ચે છોડાવવા પડતા (૧) પુંજા બેન ગોવિંદભાઈ ગોસાઈ (૨)ગોવિંદભાઈ જાલમસીંગ ભાઈ ગોસાઈ (૩) રવિન્દ્રભાઇ જાલમસીંગ ભાઈ ગોસાઈ (૪) રાજલબેન રવિન્દ્રભાઇ ગોસાઇ (ચારેવ રહે.સેલંબા કુઇદા ફળીયુ, તા.સાગબારા,જીલ્લો નર્મદા) નાઓએ સરપંચ સાથે ઝપાઝપી કરી સેલંબા ગ્રામપંચાયતના સરપંચ હોય સરકારની વિવિધ યોજનાના કામો કરવા બાબતે અદાવત રાખી મહિલા સરપંચ તથા તેમના પતિ ને જાહેરમાં જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા સાગબારા પોલીસે ચાર વિરૂદ્ધ એટ્રોસીટી સહિત ની કલમો સાથે ગુનો દાખલ કર્યો છે
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
