News of Friday, 14th June 2024
રાજકોટ એસટી ડિવિઝનમાં એપ્રેન્ટીસની ભરતી
ડિઝલ મિકેનીક મોટર મિકેનીક ઇલેકટ્રીકશ્યન સહિત જુદા જુદા અરજદારો અરજી કરી શકશે

રાજકોટ, તા. ૧૪ : ગુજરાત એસટી ભરતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસટી વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ ડિવિઝન માટે વિવિધ એપ્રેન્ટીસની ભરતી અંગે જાહેરાત બહાર પાડી છે. ગુજરાત એસટી ભરતી અંતર્ગત ડીઝલ મીકેનીક,મોટર મીકેનીક, વેલ્ડર(ગેસ રૂ ઇલેક્ટ્રિક), ઇલેક્ટ્રીશિયન, કોપા, ડીગ્રી-મીકેનીકલ એન્જીનિયર ટ્રેડ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકશે.
ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, પોસ્ટની વિગતો સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા સમાચારને અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
ગુજરાત એસટી ભરતી, કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે?
*ડીઝલ મીકેનીક
*મોટર મીકેનીકવેલ્ડર(ગેસ ્રૂ ઇલેક્ટ્રિક)
*ઇલેક્ટ્રીશિયનકોપાડીગ્રી-મીકેનીકલ એન્જી
ગુજરાત એસટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) અને ઇલેક્ટ્રીશનિય માટે ધોરણ ૧૦ પાસની સાથે આઈટીઆઈટ કરેલું હોવું જોઈએ
*જ્યારે કોપ માટે ધોરણ ૧૨ પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ
*આ ઉપરાંત મિકેનિકલ એન્જીનિયર માટે મિકેનિકલ એન્જીનિયરની ડિગ્રી હોવી જોઈએ. (૨૦૨૦ કે ત્યારબાદ પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.)
ગુજરાત એસટી ભરતી કેવી રીતે અરજી કરવી?
*ગુજરાત એસટી, રાજકોટ ડિવિઝનની ભરતીની જાહેરાત પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) અને ઇલેક્ટ્રીશનિય અને કોપા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ http://apprenticeshipindia.gov.iઁ વેબસાઈટ પર ESTABLISHMENT પર જઈ ઞ્લ્ય્વ્ઘ્-ય્ખ્થ્ધ્બ્વ્ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી શકશે
*જ્યારે મિકેનિકલ એન્જીનિયર માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ http://www.mhrdnats.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી ફોર્મ મેળવીને તા.૨૫-૬-૨૦૨૪ સુધીમાં જમા કરાવવાનું રહેશે.
ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, પોસ્ટની વિગતો સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
(4:12 PM IST)










