તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Friday, 14th June 2024
ચોરીઓના ૧૯ ગુનામાં સામેલ ભુતખાના ચોકના વિવેકને પાસામાં ધકેલી દેવાયો
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરન્ટ ઇશ્યુ કરતાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, પીસીબી પીઆઇ એસ. એસ. રાણે અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૪: ચોરીઓના ૧૯ જેટલા ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા નામચીન વિવેક બિરેન્દ્રસિંહ ચોૈહાણ (ઉ.વ.૩૫-રહે. ભુતખાના ચોક, રોયલ કોમ્પલેક્ષ, મુળ ઘાટમપુર તા. તિંદેવાળી જી. કાનપુર ઉત્તરપ્રદેશ)ને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
મિલ્કત સંબંધી ગુનાઓમાં પકડાયેલા શખ્સો વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવા જેસીપી મહેન્દ્ર બગડીયા દ્વારા સુચના મળી હોઇ એલસીબી ઝોન-૨ ટીમે વિવેક ચોહાણની પાસાની દરખાસ્ત તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી તેને સુરત જેલહવાલે કરવા હુકમ કર્યો હતો. વિવેક રાજકોટના ગાંધીગ્રામ, માલવીયાનગર, એ-ડિવીઝન, થોરાળા, પ્ર.નગર સહિતના પોલીસ સ્ટેશનોમાં ચોરીઓના ૧૯ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. વોરન્ટની બજવણી ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્સ. જયપાલસિંહ સરવૈયા, ધર્મરાજસિંહ ઝાલા, અમીનભાઇ ભલુર, જેન્તીગીરી ગોસ્વામી, પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ. એસ. રાણે, હેડકોન્સ. રાહુલગીરી ગોસ્વામી, અજયભાઇ શુક્લ, ગિરીરાજસિંહ જાડેજા અને કોન્સ. મનિષાબેન યાદવે કરી હતી.
(3:43 PM IST)










