<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

રવિવારે રાજકોટ આવતા કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

રાજકોટ તા. ૧૪:  તાજેતરમાં લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ પૂર્ણ થયા બાદ પોરબંદર લોકસભા બેઠકના સાંસદ અને કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા આગામી તા. ૧૬ જુનના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાતે આવનાર છે. તેઓ બપોરે ૧૨.૩૦ કલાકે ખોડલધામ મંદિર, કાગવડ ખાતે દર્શન કરશે, ત્‍યાર બાદ સાંજે ૪ વાગ્‍યે એ.પી.એમ.સી. ગોંડલ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે

(2:31 PM IST)