Gujarati News

Gujarati News

તા. ૧૧ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - અમાસ શનિવાર
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૪ શુક્રવાર
તા. ૯ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૩ ગુરૂવાર

શિકાગો નજીક નેપરવીલ ટાઉનમાં ઇન્‍ડીયન કોમ્‍યુનીટી આઉટરીચ તથા નેપરવીલ સીટીના સંયુક્‍ત સહકારથી ભારતના ૭૨મા સ્‍વાતંત્ર્ય દિન તેમજ આ સંસ્‍થાની ચોથી ઇન્‍ડીયન પરેડની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશેઃ બારમી ઓગષ્‍ટને રવીવારે સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રે ૯:૩૦ કલાક દરમ્‍યાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું કરવામાં આવેલું આયોજનઃ બોલીવુડના પ્રખ્‍યાત પ્રાર્શ્વગાયક સુખવીન્‍દર સીંગ બોલીવુડ ફીલ્‍મના સુંદર ગીતો રજુ કરીને પ્રેક્ષકોને મનોરંજન પુરૂ પાડશેઃ ઇલીનોઇ રાજયના ૨૦૦માં વર્ષની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે અને રાજયના ગવર્નર, લેફટનન્‍ટ ગવર્નર, કોંગ્રેસના ચુંટાયેલા આગેવાનો તેમજ શિકાગોના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણ પણ હાજર રહેશેઃ રાત્રે ૯-૩૦ કલાકે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવશે: access_time 9:16 pm IST

તા. ૮ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૨ બુધવાર
તા. ૭ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૦/૧૧મંગળવાર

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલ્‍સનો પ્રોગ્રામ કે જે સમગ્ર અમેરીકામાં ડાકાના હૂલામણા નમથી ઓળખાય છે તેને ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસથી રદ કરવાનો નિર્ણય લેતા આ સમગ્ર પ્રશ્નને ન્‍યાયની અદાલતમાં પડકારવામાં આવતા વોશીંગ્‍ટનમાં યુએસ ડીસ્‍ટ્રીકટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ જોન બીટ્‍એ પોતાના જાહેર કરેલા ચુકાદામાં તેને તરંગી અને મનસ્‍વી પ્રકારનો ગણી તે નિર્ણયને રદ બાતલ કરી તેનો અમલ ૨૦ દિવસ સુધી સ્‍થગીત કરવાનો નિર્ણય જાહેર કરે છે અને ઓગષ્‍ટ માસની ૨૩મી તારીખ સુધીમાં સરકાર તરફથી કોઇ પણ પ્રકારના ન ભરવામાં આવશે તો ૨૪મી ઓગષ્‍ટથી ડાકાનો પ્રોગ્રામ સંપૂર્ણ પણે કાર્યવત બનશે. અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્રને ગયા એપ્રીલ માસ દરમ્‍યાન ૯૦ દિવસની અંદર ચોક્કસ પ્રકારના કારણો સહિત કોર્ટમાં રજુઆત કરવા જણાવેલ પરંતુ આ મુદતમાં કોઇપણ ખાતાના અધીકારીઓએ કોઇપણ પ્રકારની રજુઆત કરેલ નહી. સુપ્રીમ કોર્ટમાં પણ અલગ રીતે ડાકાના પ્રશ્ન અંગે ઝડપી કાર્યવાહી કરવા જે માંગણી કરેલ તે નામદાર સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશોએ ફગાવી દીધી હતીઃ રીપબ્‍લીક પાર્ટી પાસે હાઉસ, સેનેટ તથા વાઇટ હાઉસ હોવા છતાં આવા અનેક સળગતા પ્રશ્નોના ઉકેલ લાવી શકાયા નથી માટે પ્રજાએ જાગૃત બની રાજકારણીઓને પદાર્થ પાઠ ભણાવવા તૈયાર રહેવુ પડશે: access_time 9:00 pm IST