Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

પાકિસ્‍તાનમાં હવે પરિસ્‍થિતિ બદલાઇ ગઇ છેઃ ભારત ગયેલા હિન્‍દુઓને પરત ફરવામાં કોઇ જોખમ નથીઃ પાકિસ્‍તાનની સંસદમાં જનરલ સીટ ઉપરથી ચૂંટાઇ આવનાર સૌપ્રથમ હિન્‍દુ સાંસદ શ્રી મહેશ મલાનીનું મંતવ્‍ય

ઇસ્‍લામાબાદઃ પાકિસ્‍તાનમાં જનરલ સીટ ઉપરથી ચૂંટાઇ આવેલા પી.પી.પી.પાર્ટીના હિન્‍દુ ઉમેદવાર શ્રી મહેશ મલાણીએ સમાચાર સૂત્ર સમક્ષ પોતાના વિચારો વ્‍યકત કર્યા હતા.

તેમણે જણાવ્‍યું હતું કે પાકિસ્‍તાનમાં હિન્‍દુ તથા લઘુમતિ કોમ વિષે મિડીયા દ્વારા દર્શાવાતી પરિસ્‍થિતિ હકીકતે પૂર્ણરૂપે સાચી નથી. અહિંયા હવે હિન્‍દુઓ માટે પૂરેપૂરૂ વાતાવરણ છે.

તેમણે ઉમેર્યુ હતું કે હું લઘુમતિ માટેની અનામત સીટ ઉપરથી ચૂંટાવાને બદલે જનરલ સીટ ઉપરથી ચૂંટાઇ આવ્‍યો તે બાબત આ હકીકતની પ્રતિતિ સમાન છે તેમણે પાકિસ્‍તાનથી ભારત ગયેલા હિન્‍દુઓને ફરીથી પાકિસ્‍તાનમાં આવી જવા પણ અનુરોધ કર્યો હતો.

તેમણે બંને દેશો વચ્‍ચેના સંબંધો સારા બને તેવી ઇચ્‍છા વ્‍યકત કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:02 pm IST)
  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST