Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

યુ.એસ.ના આર્ટિસિયા કેલિફોર્નિયામાં ૧૧ ઓગ. શનિવારે ભારતનો ૭૨મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશેઃ મુંબઇના બોલીવુડ પ્‍લેબેક સિંગર અપૂર્વ શાહ, તથા સંગીતા કોપાલકર હાજરી આપશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં આર્ટિસિયા કેલિફોર્નિયામાં ૧૧ ઓગ.૨૦૧૮ શનિવારના રોજ ભારતનો ૭૨મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશે.

આર્ટિસિયા પાર્ક ખાતે UFICA,IASC, તથા ફેડરેશન ઓફ ઇન્‍ડિયન કોમ્‍યુનીટીસના ઉપક્રમે થનારી ઉજવણીનો સમય સાંજે ૬ વાગ્‍યાથી રાત્રિના ૧૦-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે.

ઉજવણી અંતર્ગત સાંસ્‍કૃતિક કાર્યક્રમો,ડાન્‍સ,બાળકો માટેના કાર્યક્રમો, બુથ્‍સ ઉપરાંત મુંબઇના બોલીવુડ પ્‍લેબેક સિંગર અપૂર્વ શાહ તથા સંગીતા કોપાલકરના ગીતોની રમઝટ બોલશે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વધારામાં સાંજે ૬ થી ૯ વાગ્‍યા દરમિયાન ફ્રી હેલ્‍થફેરનું આયોજન કરાયું છે.

(9:19 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • અમદાવાદ:રાજ્યમાં કેફી-માદક પદાર્થો પકડવા ડ્રાઈવ રાખવા ડીજીપીનો આદેશ:ડીજીપીએ એ.ટી.એસ.ને કર્યો આદેશ : ડીજીપી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો : રાજ્યભરમાં માદક પ્રદાર્થોને ઝડપી પાડવા હુકમ access_time 7:32 pm IST