Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

શિકાગોમાં ૬૦ કલાકના સમયગાળા દરમ્‍યાન થયેલા ગોળીબારના રકતપાતમાં ૭૫ જેટલા શખ્‍સો ભોગ બન્‍યા અને તેમાં ૧૨ જેટલી વ્‍યક્‍તિઓ મરણ પામી અને ૬૩ જેટલા લોકોને થયેલી નાની મોટી ઇજાઓઃ શિકાગોના મેયર અને પોલીસ સુપ્રીનટેન્‍ડટે ઉગ્ર અસંતોષની લાગણીઓ વ્‍યક્‍ત કરીઃ સાત માસના સમયગાળા દરમ્‍યાન ૧૭૦૦ માણસો ગોળીબારના ભોગ બન્‍યાઃ પોલીસ ખાતાના અધીકારીઓએ અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં કડક રીતે પેટ્રોલીંગ શરૂ કર્યુ

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગો શહેરના દક્ષિણ તેમજ ઉત્તર વિભાગમાં છેલ્લા ૬૦ કલાકના સમયગાળા દરમ્‍યાન થયેલા ગોળીબારમાં નાના મોટા શખ્‍સો મળીને ૭૫ જેટલી વ્‍યક્‍તિઓ તેનો ભોગ બનેલ છે અને તેમાં ૧૨ જેટલી વ્‍યક્‍તિઓ મરણ પામેલ છે જયારે ૬૩ જેટલી વ્‍યક્‍તિોને નાની મોટી ઇજા થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવેલ છે ફકત આઠ કલાકના સમયગાળા દરમ્‍યાન આવો રકતપ્રાત સર્જાતા સમગ્ર શિકાગો શહેર તથા તેની આજુબાજુના વિસ્‍તારમાં વસવાટ કરતા તમામ લોકોમાં ભયનું વાતાવરણ સર્જાવા પામ્‍યું હતું પરંતુ હવે આ વિસ્‍તારોમાં પોલીસ ખાતાન અધીકારીઓએ સઘન પ્રમાણમાં કડક પ્રમાણમાં પેટ્રોલીંગ શરૂ કરતા હવે આ વિસ્‍તારોમાં શાંતિનો માહોલ સર્જાવા પામેલ છે.

આ અંગેની સત્તાવાર વિગતોમાં જાણવા મળે છે તેમ ઓગષ્‍ટ માસની ૩જી તારીખને શુક્રવારે બપોરે ત્રણ વાગ્‍યા બાદ ગોળીબારના બનાવો શરૂ થયા હતા અને આ અહેવાલ લખાઇ રહ્યો છે તે દિવસે ઓગષ્‍ટ માસની છઠ્ઠી તારીખને વહેલી સવારે છ વાગ્‍યાના સમય દરમ્‍યાન ૬૦ જેટલા કલાકના સમય દરમ્‍યાન ૭૫ જેટલા શખ્‍સો ગોળીબારનો ભોગ બન્‍યા હતા અને આ રકતપાતમાં ૧૨ જેટલા શખ્‍સોએ પોતાના જાન ગુમાવ્‍યા હતા જયારે ૬૩ જેટલા શખ્‍સોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.

આ અંગે સમગ્ર શિકાગો અને તેની આજુબાજુના વિસ્‍તારમાં વસવાટ કરતા તમામ રહીશોમાં ભયના વાતાવરણનું સર્જન થવા પામ્‍યું હતું અને આજે સવારે પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા બોલાવવામાં આવેલ એક પત્રકાર પરિષદમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં શિકાગોના મેયર રેમ મેન્‍યુઅલ તથા પોલીસ સુપ્રીનટેન્‍ડન્‍ટ ઇડી જોનસને પણ હાજરી આપી હતી અને આ બનેલા બનાવ અંગે પોતાની સહાનુભૂતિ વ્‍યક્‍ત કરી હતી.

પત્રકારોના એક પ્રશ્ના જવાનમાં પોલીસ સુપ્રીનટેન્‍ડરે જણાવ્‍યુ હતું કે સાત કલાકના સમયગાળા દરમ્‍યાન ૪૦ જેટલા શખ્‍સો ગોળીબારના ભોગ બન્‍યા હતા અને તેમા ચાર શખ્‍સોના મરણ નિપજયા હતા અને આ બનાવ રવીવારના રોજ બન્‍યો હતો એવું તેમણે વધારામાં જણાવ્‍યું હતું.

કેટલાક લોકો વીકએન્‍ડ હોવાથી પોત પોતાના બ્‍લોકમાં કોઇપણ જાતના ભયવિના સામુહિક રીતે પાર્ટી મનાવી રહ્યા હતા તે વેળા તેઓ ગોળીબારનો ભોગ બન્‍યા હતા.

આ વર્ષે એક અંદાજ અનુસાર અત્‍યાર સુધીમાં પપ૦૦ જેટલી ગેરકાયદેસર ગન એકત્રિત કરવામાં આવેલ છે અને વધુ પ્રમાણમાં તેને મેળવવાના સઘન પ્રયાસો ચાલુજ છે કે જેથી આવા બનાવો ન બને પરંતુ અમો આ અંગે નાસીપાસ થયા નથી અને જનતાની સુરક્ષા કાયમ માટે રહે તેવા અમારા સઘન પ્રયાસો રહેશે એવું પોલીસ સુપ્રીનટેન્‍ડન્‍ટે અંતમાં જણાવ્‍યુ હતું.

(9:04 pm IST)
  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • મોરબી રોડ ચેકપોસ્ટ પાસે ડમ્પરે એકટીવાને ઠોકર મારતા દેરાણી-જેઠાણીના મોત: બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખોડુભા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો access_time 4:35 pm IST