Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અમેરિકામાં રહીને અભ્યાસ કરનારા ૧.૮૬ લાખ વિદ્યાર્થીઓ ઉપર ત્યાંની નવી નીતિ ખતરારૂપઃ નવી નીતિ પ્રમાણે સ્ટુડન્ટ સ્‍ટેટસ ભંગના ૧૮૦ દિવસ બાદ વિદ્યાર્થી અમેરિકા છોડે તો ૩થી ૧૦ વર્ષ સુધી વાપસી પ્રતિબંધી થઇ શકે

મુંબઈઃ અમેરિકામાં રહીને અભ્યાસ કરનારા આશરે 1.86 લાખ વિદ્યાર્થીઓ પર ત્યાંની નવી નીતિ ખતરો બની ગઈ છે. હકીકતમાં 9 ઓગસ્ટથી લાગૂ થનારી નીતિ મુજબ 'સ્ટૂડન્ટ સ્ટેટસ'નો ભંગ કરવાના આગામી દિવસે વિદ્યાર્થી અને સાથે ગયેલા વ્યક્તિને અમેરિકામાં ગેરકાયદેસર માનવામાં આવશે, ભલે તેના રહેવાના સમયગાળા પૂરો થયો હોય. નવી નીતિ પ્રમાણે જો ભંગના 180 દિવસ બાદ વિદ્યાર્થી અમેરિકા છોડે છે તો 3 થી 10 વર્ષ સુધી વાપસી પ્રતિબંધિત થઈ શકે છે

પહેલા નિયમ હતો કે ગેરકાયદે હાજરી ત્યારે ગણાવાય છે જ્યારે ભંગની જાણ થાય છે કે ઇમીગ્રેશન જજ વિશે આદેશ આપે. ગેરકાયદેસર હાજરી મંજૂરીથી વધુ સમય સુધી રોકાવા પર નહીં પરંતુ અન્ય કારણોને લીધે પણ હોય શકે છે. જેમ કે કોઇ વિદ્યાર્થીએ શિક્ષણ સંસ્થામાં શિક્ષણ માટે એક સપ્તાહની અંદર અનિવાર્ય નક્કી સમય સીમામાં પૂરો કર્યો તો તેને ગેરકાયદેસર માની શકાય છે. ગેરકાયદેસર નોકરી કે વધુ રહેવા પર પણ થઈ શકે છે

સ્ટેટસ જવા પર આપી શકશો નિમણૂંક માટે આવેદન
નીતિ મુજબ કોઇનું સ્ટૂડન્ટ સ્ટેટ્સ ચાલ્યું જાય છે તો તે પાંચ મહિનાની અંદર ભરતી માટે અરજી કરી શકે છે. આમ કરવા પર ગેરકાયદેસર હાજરીના દિવસોની ગણતરી રોકાઇ જશે. જો અરજી રદ્દ કરવામાં આવે તો રદ્દ થયાના બીજા દિવસથી તે ફરી શરૂ થઈ જશે. ન્યૂયોર્કમાં ઇમિગ્રેશન એટર્ની અને એક લો ફર્મમાં મેનેજિંગ પાર્ટનર સાઇરસ ડી મહેતાએ જણાવ્યું કે, કોઇ વિદ્યાર્થીએ અજાણતા પોતાનું સ્ટેટસ ગુમાવી દીધું છે અને તેને ઘણા વર્ષ બાદ વિશે જાણ થાય છે તો ભંગના દિવસથી જેની હાજરી ગેરકાયદેસર માનવામાં આવશે અને તેને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં

ઇમિગ્રેશન.કોમના મેનેજિંગ એટર્ની રાજીવ ખન્ના જણાવે છે કે કોઇપણ સંસ્થાની ભૂલથી ખોટી ડેટા એન્ટ્રી થઈ ગઈ કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરવા જતા વિદ્યાર્થીનું કામ ડિગ્રી સાથે મેળ ખાય તો તેને ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવશે

(5:38 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST