Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલ્‍સનો પ્રોગ્રામ કે જે સમગ્ર અમેરીકામાં ડાકાના હૂલામણા નમથી ઓળખાય છે તેને ગયા વર્ષના સપ્‍ટેમ્‍બર માસથી રદ કરવાનો નિર્ણય લેતા આ સમગ્ર પ્રશ્નને ન્‍યાયની અદાલતમાં પડકારવામાં આવતા વોશીંગ્‍ટનમાં યુએસ ડીસ્‍ટ્રીકટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ જોન બીટ્‍એ પોતાના જાહેર કરેલા ચુકાદામાં તેને તરંગી અને મનસ્‍વી પ્રકારનો ગણી તે નિર્ણયને રદ બાતલ કરી તેનો અમલ ૨૦ દિવસ સુધી સ્‍થગીત કરવાનો નિર્ણય જાહેર કરે છે અને ઓગષ્‍ટ માસની ૨૩મી તારીખ સુધીમાં સરકાર તરફથી કોઇ પણ પ્રકારના ન ભરવામાં આવશે તો ૨૪મી ઓગષ્‍ટથી ડાકાનો પ્રોગ્રામ સંપૂર્ણ પણે કાર્યવત બનશે. અમેરીકાના પ્રમુખના વહીવટી તંત્રને ગયા એપ્રીલ માસ દરમ્‍યાન ૯૦ દિવસની અંદર ચોક્કસ પ્રકારના કારણો સહિત કોર્ટમાં રજુઆત કરવા જણાવેલ પરંતુ આ મુદતમાં કોઇપણ ખાતાના અધીકારીઓએ કોઇપણ પ્રકારની રજુઆત કરેલ નહી. સુપ્રીમ કોર્ટમાં પણ અલગ રીતે ડાકાના પ્રશ્ન અંગે ઝડપી કાર્યવાહી કરવા જે માંગણી કરેલ તે નામદાર સુપ્રીમ કોર્ટના ન્‍યાયાધીશોએ ફગાવી દીધી હતીઃ રીપબ્‍લીક પાર્ટી પાસે હાઉસ, સેનેટ તથા વાઇટ હાઉસ હોવા છતાં આવા અનેક સળગતા પ્રશ્નોના ઉકેલ લાવી શકાયા નથી માટે પ્રજાએ જાગૃત બની રાજકારણીઓને પદાર્થ પાઠ ભણાવવા તૈયાર રહેવુ પડશે

(સુરેશ શાહ દ્વારા) શિકાગોઃ યુએસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ વોશીંગટનના નામદાર ન્‍યાયાધીશ જોન બેટ્‍સે ઓગષ્‍ટ માસની ૩જી તારીખને શુક્રવારે ડીફર્ડ એકસન ફોર ચાઇલ્‍ડહૂડ એરાયલ્‍સ જેને સમગ્ર અમેરીકામાં ડાકાના હૂલામણા નામથી ઓળખવામાં  આવે  છે તે ડાકા અંગે ચુકાદા આપતા જણાવ્‍યું હતુ કે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓ આ ડાકાનો પ્રોગ્રામ શા માટે રદ કરવામાં આવેલ છે તેના ચોક્કસ કારણો આ કાર્ટમાં રજુ કરવામાં તદ્દન પણે નિષ્‍ફળ ગયેલા છે અને તેથી આ મનસ્‍વી અને તરંગી રીતે રદ કરવાનો જે નિર્ણય લેવામાં આવેલ છે તેને હાલ પુરતો બાજુએ રાખી ડાકાના પ્રોગ્રામને જે હાલમાં રદ કરવાનો જે નિર્ણય કરવામાં આવેલ છે તેના સ્‍થાને આ પ્રોગ્રામનો અમલ પુનઃ સ્‍થાપિત કરવામાં આવે તે યોગ્‍ય છે અને તેની સાથે સાથે નવીન અરજીઓનો પણ સ્‍વીકાર કરવામાં આવે તે ન્‍યાયી છે માટે વહીવટી તંત્રના અધીકારીઓએ તેને અમલ શરૂ કરવો જોઇએ એવું જણાવ્‍યુ હતું. આ પ્રસંગે નામદાર ન્‍યાયાધીશે વહીવટી તંત્રના અધીકારીઓને આ ચુકાદા અંગે ૨૦ દિવસમાં અપીલ કરવાની રહેશે અને તેમ કરવામાં તેઓ જો નિષ્‍ફળ થશે તો પછી ડાકા અંગેનો સમગ્ર પ્રોગ્રામ ઓગષ્‍ટ માસની ૨૪મી તારીખથી પહેલા મુજબ કાર્યવંત થઇ જશે.  એટલે ૨૦ દિવસના સમયગાળા દરમ્‍યાન આ ચુકાદાનો અમલ શરૂ થશે નહીં અને તે સમય પૂર્ણ થતા આ પરિસ્‍થિતિ કેવો વળાંક લે તે હાલમાં કહી શકાય તેમ નથી કારણકે આ સમગ્ર પ્રશ્ન હાલમાં અનેક પ્રકારની અદાલતની કાર્યવાહીમાંથી પસાર થઇ રહ્યો છે.

 આ સમગ્ર ડાકાના પ્રોગ્રામની વિગતોમાં જાણવા મળે છે તેમ ઘણાં લાંબા સમથી અમેરીકામાં એક અંદાજ અનુસાર અગીયાર મીલીયન જેટલા લોકો ગેરકાયદેસર રીંતે વસવાટ કરતા હોવાથી તેઓ સર્વે અંધકારમય જીવન વિતાવતા હતા અને તેથી ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ તેઓ સર્વેને અંધકારમય જીવનમાંથી તેઓ પ્રકાશમય જીવન જીવી શકે તે માટે નૈતિક રીતે સર્વે બહાર આવી શકે તે માટે કોંગ્રેસમાં ચુંટાયેલા નેતાઓને હાલના ઇમીગ્રેશનના કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરવા હાકલ કરી હતી અને તેમની વિનંતીને માન આપીને સેનેટના સભ્‍યોએ ધ્‍વિપક્ષીય ધોરણે એક ઇમીગ્રેશન બીલ તૈયાર કરીને પસાર પણ કર્યુ હતું અને ત્‍યાર બાદ તે પસાર કરવામાં આવેલા બીલને હાઉસમાં આગળની કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવ્‍યુ હતુ પરંતુ ત્‍યાં આગળ રીપબ્‍લીકન પાર્ટીની બહુમતી હોવાથી તે અંગે જે આગળના પગલા ભરાવા જોઇએ તે ભરવામાં આવ્‍યા ન હતા અને સમગ્ર બીલ હાઉસમાં જેમનું તેમ પડી રહ્યું હતું.

આ અંગે તે વેળાના પ્રમુખ બરાક ઓબામાએ હાઉસના બંન્‍ને પાટીના ચુંટાયેલા રાજકીય નેતાઓને યોગ્‍ય તે ઘટતું કરવા વિનંતી કરી હતી પરંતુ તેને કાને ધરવા માટે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવી ન હતી અને આ સમગ્ર પ્રશ્નોથી વાજ આવી જઇને પ્રમુખને મળેલ સત્તાનો ઉપયોગ કરીને એક વહીવટી હૂકમ ૨૦૧૨ની સાલમાં બહાર પાડયો અને સેક્રેટરી ઓફ હોમલેન્‍ડ સીકયોરીટીને આગળની કાર્યવાહી હાથ ધરવા સુચના આપી હતી.

તે સમયના પ્રમુખ બરાક ઓબામાના હૂકમને માન્‍ય રાખીને હોમલેન્‍ડ સીકયોરીટીના સત્તાવાળાઓએ ૧૫મી જૂન ૨૦૧૨ રોજ ડાકા પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી હતી અને તે દ્વારા જે યુવાન ભાઇ બહેનો અંધકારમય જીવન જીવતા હતા તેઓને એક નવજીવન પ્રાપ્ત થતુ હોય તેમ લાગતું હતું.

હવે ડાકા અંગેનો જે પ્રોગ્રામ બહાર પાડવામાં આવ્‍યો હતો તેમાં કોણ વ્‍યક્‍તિ તેનો   લાભ લઇ શકે તે માટે એક માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી હતી જેમાં ૩૧ વર્ષથી નીચેની ઉંમરની કોઇપણ વ્‍યક્‍તિ તેનો લાભ લઇ શકે છે પરંતુ ૧૫મી જૂન ૨૦૧૨ના રોજ અરજદાર ૩૧ વર્ષની અંદરનો હોવો જરૂરી છે અને તે અમેરીકામાં હયાત સ્‍થિતિમાં છે એવું તેણે પુરવાર કરવાનું રહે છે.

વધારામાં અરજદારે એ પણ પુરવાર કરવાનું રહે છે કે તે ૧૫મી જુન ૨૦૦૭ થી અમેરીકામાં વસવાટ કરે છે અને ૧૬ વર્ષની ઉંમર પહેલા અરજદાર અમેરીકામાં આવેલો હોવો જોઇશે અને તે સમયે તે સ્‍કુલમાં અભ્‍યાસ કરતો, હોવો જોઇએ અગર હાઇસ્‍કુલમાંથી ગ્રેજ્‍યુએટ થયેલો હોવો જોઇએ. આ અંગે ૨૦૧૨ના વર્ષથી અરજદારો પાસેથી અરજીઓ સ્‍વીકારવાની શરૂઆત થઇ હતી અને ચાર વર્ષના સમયગાળા દરમ્‍યાન જૂન ૨૦૧૬માં કુલ્લે ૮૪૪૯૩૧ અરજીઓ આ ખાતાને મળી હતી અને તેની ચકાસણી કર્યા બાદ ૭૪૧૫૪૬ જેટલી અરજીઓ સ્‍વીકારવામાં આવી હતી તેમજ હાલમાં ૪૩૧૨૧ જેટલી અરજીઓ પેન્‍ડીંગ છે જયારે ૬૦૨૬૯ જેટલી અરજીઓને મંજુર કરવામાં આવી ન હતી. અને જે લોકોની અરજીઓ મંજુર કરવામાં આવેલ તેઓને નોકરી કરવાની સાથે કામચલાવ રીતે અત્રે રહેવાનો અધીકાર પણ પ્રાપ્ત થયો હતો પરંતુ ૨૦૧૭ના વર્ષ દરમ્‍યાન અમેરીકાના નવા પ્રમુખ તરીકે ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સત્તાના સૂત્રો પ્રાપ્ત કર્યા બાદ તેમણે સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ના વર્ષથી આ ડાકાનો પ્રોગ્રામ કાયદેસરનો નથી માટે તેને નાબુદ કરતો વહીવટી હૂકમ બહાર પાડતાં આ પ્રોગ્રામનો લાભ લેનારા આઠ લાખ જેટલા ભાઇ બહેનો વિપરિત પરિસ્‍થિતિમાં મુકાઇ જવા પામ્‍યા હતા.

અન્‍યાયનો ભોગ બનેલા ભાઇ બહેનોને જરૂરી મદદ મળી રહે તેમજ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કોઇપણ જાતના યોગ્‍ય કારણો વિના પોતાના તરંગી અને મનસ્‍વી વિચારશરણીથી આવા હૂકમો બહાર પાડેલ છે માટે તેને યુએસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ વોશીંગટન તેમજ કેલીફોર્નિયા તેમજ ન્‍યુયોર્કમાં આવેલ ફેડરલ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કરતાં તે અંગે  ગણેય કોર્ટમાં આ કેસ હાલમાં પડેલ છે. પરંતુ યુએસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ વોશીંગનટનના નામદાર ન્‍યાયાધીશ જોન બેટ્‍સે ગયા એપ્રીલ માસમાં આ કેસ અંગે એક ચુકાદો આપ્‍યો હતો તેમાં આ ડાકાનો પ્રોગ્રામ તરંગી અને મનસ્‍વી રીતે રદ કરવાનો હૂકમ કરેલ છે જે યોગ્‍ય નથી માટે ૯૦ દિવસની ્‌અંદર ચોક્કસ કારણો રજુ કરવા જણાવ્‍યું હતું અને ત્‍યાં સુધી રાષ્‍ટ્રિય સ્‍તરે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્‍યો હતો.

ઉપરોક્‍ત પ્રતિબંધ જાહેર કર્યા બાદ હોમલેન્‍ડ સીકયોરીટી કે અન્‍ય ખાતાઓ દ્વારા કોઇપણ પ્રકારના ચોક્કસ કારણો રજુ કરવામાં ન આવતા તેથી ગયા શુક્રવારે આ અંગે નામદાર ન્‍યાયાધીશે પોતાના હુકમમાં જણાવેલ કે ડાકાના પ્રોગ્રામ અંગે જે નિર્ણય પ્રમુખના વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્‍યો હતો તે ખોટો હતો અને તેથી તેને બાજુએ રાખવો હિતાવહ છે અને આ ચુકાદા અંગે ઓગષ્‍ટ માસની ૨૩મી તારીખ સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવી કે જેથી સરકારને આ બાબતમાં અપીલ કરવી હોય તો તે કરી શકે છે.

નામદાર ન્‍યાયાધીશનો ઉપરોક્‍ત મુજબનો ચુકાદો આવ્‍યો હોવા છતાં આ અંગે ટેક્ષા, રાજય તેમજ અન્‍ય રાજયોએ આ પ્રોગ્રામ રદ કરવા માટે અદાલતનો આશરો લીધો હતો અને તે કેસ અંગેની સુનાવણી આવતા અઠવાડીએ હાથ ધરવામાં આવનાર છે એવા સમાચારો અમોને સાંપડયા છે. અને તે અંગેની કાર્યવાહી બાદ તેનો ચુકાદો કેવો આવશે તે કહી શકાય તેમ નથી તેમજ કેલીફોર્નિયા તેમજ ન્‍યુયોર્કની અદાલતોમાં પણ આ અંગેના કેસો દાખલ કરવામાં આવેલ છે અને તેના પર પણ આ આવનાર ચુકાદાની કેવી અસર પડશે તે તો આવનારો સયમજ કહેશે.

વોશીંગટનના નામદાર ન્‍યાયાધીશ જોન બેટ્‍એ પોતાના ચુકાદામાં ફકત ૨૦ દિવસ માટેજ આ કાયદો સ્‍થગિત કરવામાં આવેલ છે કે જેથી સરકાર આ અંગે અપીલ કરવા માંગતી હોયતોતે કરી શકે છે આ અગાઉ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધીકારીઓએ સુપ્રીમકોર્ટમાં એક અરજી કરીને તાત્‍કાલીક ધોરણે આ કેસની સુનાવણી હાથ ધરવા વિનંતી કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટના નામદાર ન્‍યાયાધીશોએ નીમણી અદાલતોનો ચુકાદો ન આવે ત્‍યાં સુધી આ કેસની સુનાવણી હાથ ધરવાનો સાફ ઇન્‍કાર કરી દીધો હતો એટલે હવે નીમણી કોર્ટના ચુંકાદાઓ સુધી તમામ લોકોએ રાહ જોવાની રહેશે.

અત્રે અમારા વાંચક વર્ગનેએ જણાવવાનું રહે છે કે રીપબ્‍લીક પાર્ટીના સભ્‍યોની હાઉસ તથા સેનેટમાં બહુમતી છે અને તેની સાથે સાથે વાહટ હાઉસમાં પણ તેમના પક્ષની હકુમત ચાલે છે આ પ્રકારનો ત્રિવેણી સંગમ હોવા છતાં આ ડાકાનો પ્રોગ્રામ કે હેલ્‍થકેટનો પ્રોગ્રામ હોય તે ધ્‍વિપક્ષી સહાવી મેળવી હલ કરવામાં શો વાંધો આવે છે તે મતદારોએ સમજી લેવાની જરૂરત રહે છે આવતા નવેમ્‍બર માસની છઠ્ઠી તારીખે યોજાનારી મધ્‍યવર્તી ચુંટણીમાં પ્રજા જાગૃત બની તે અંગેનો યોગ્‍ય નિર્ણય કરે તો આ સળગતા પ્રશ્નોનો સહેલાઇથી ઉકેલ આવી શકે તેમ છે શું અમેરીકન મતદારો આ દિશામાં જરૂરી વિચારણા કરશે અને કાયમી ધોરણે તેનો અંત લાવશે કે પછી આગામી વર્ષોમાં તે પિંડાતી રહેશે.

રીપબ્‍લીકન પાર્ટી કે ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ જો પ્રજાહિતના કાર્યો કરતા ન હોય તેઓને સીધા ઘરે રવાના કરી દેવા જોઇએ અને મતદારો જાગૃત બને તોજ આ પરિસ્‍થિતિનો અંત આવી શકે પ્રજા જાગૃત બને એજ હાલના સમયમાં તેની તાતી જરૂરીયાત છે આપણે જોઇએ કે ટેક્ષાસ રાજયના કેસની સુનાવણી આવતા અઠવાડીએ શરૂ થનાર છે અને તેનો ચુકાદો કેવા પ્રકારનો આવે છે ત્‍યાં સુધી આપણો સૌ રાહ જોઇએ...

(9:00 pm IST)
  • મોરબી રોડ ચેકપોસ્ટ પાસે ડમ્પરે એકટીવાને ઠોકર મારતા દેરાણી-જેઠાણીના મોત: બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ખોડુભા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો access_time 4:35 pm IST

  • ગાંધીનગર: રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સને નારી અને બાળ સંરક્ષણ ગૃહોમાં CMO દ્વારા સઘન તપાસના આદેશ:બાળ તેમજ નારી સંરક્ષણ ગૃહમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા બાબતે સમીક્ષા કરી રિપોર્ટ કરવાની સૂચના :મુઝફ્ફરનગર યૌન શોષણ કેસને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના આદેશ access_time 9:03 pm IST

  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST