Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

‘‘રંગરંગીલા ગુજ્જુભાઇ'': યુ.એસ.માં DFW ગુજરાતી સમાજ આયોજીત પ્રોગ્રામને મળેલો અભૂતપૂર્વ આવકાર

ડલ્લાસઃ DFW ગુજરાતી સમાજ આયોજીત ગુજરાતી કોમેડી રંગરંગીલા ગુજ્જુભાઇ નાટકે પાંચ ઓગ.ના રોજ એલિટ એવે સેન્‍ટર કેરોલ્‍ટન મુકામે ધૂમ મચાવી હતી. સિધ્‍ધાર્થ રાંદેરિયા લિખિત આ નાટક તમામ ગુજરાતીઓએ જોવા જેવું છે. સિધ્‍ધાર્થભાઇના જણાવ્‍યા મુજબ આ નાટકના USAમાં ૨૦ દિવસમાં ૧૯ શો છે.

પ્રોગ્રામને સફળતાપૂર્વક સંપન્‍ન કરાવવા DFW ગુજરાતી સમાજના ટ્રસ્‍ટી મંડળ, કમિટી મેમ્‍બર્સ, તથા વોલન્‍ટીઅર્સ ભાઇઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. ગોપાલ રેસ્‍ટોરન્‍ટના શ્રી અક્ષરભાઇએ ટી ફ્રી આપી હતી. તેવું શ્રી મુકેશ મિસ્‍ત્રીના ફોટો સૌજન્‍ય સાથે શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(9:29 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • યુપી સરકાર પોતાના ભ્રષ્ટ્રાચારની તપાસ કરાવે : બસતી જિલ્લામાં નેશનલ હાઈવેનો નિર્માણધીન ફ્લાયઓવર ધરાશાયી થતા અખિલેશ યાદવે સરકાર પર કર્યા પ્રહાર :અખિલેશે કહ્યું હાલની સરકારે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે સ્થાયી આયોગ બનાવવો જોઈએ access_time 12:16 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST