Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

દીવના દરિયામાં ન્હાવા પડેલા NRI યુવાન વિપિન જેઠાલાલ ભાલીયાનું કરૂણ મોત

દીવ : દીવના દરિયામાં ન્હાવા પડેલા લંડનના એન.આર.આઈ.યુવાન વિપિન જેઠાલાલ ભાલીયાનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. છેલ્લાં બે મહિના પહેલાં તે  લંડનથી દીવ આવ્યો હતો અને બુધવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં મલાલા ગામના સ્મશાન પાછળ આવેલા દરિયામાં ન્હાવા માટે ગયો હતો. સમયે વિશાળમોજું આવતા તેમને તાણી ગયો હતો. ત્યાં હાજર રહેલા રિતેશ પ્રકાશ બામણિયાની સામે ઘટના બનતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. છતાં તે હાથ લાગ્યો હતો. બનાવથી હાલ તો પરિવારજનો ચિંતિત બન્યા છે.    ચોમાસાની સિઝન દરમ્યાન દરિયામાં ભારે મોજા ઉછળતા હોવાથી ન્હાવા માટેની મનાઈ કરાઈ છે. અને ચેતવણી સૂચક બોર્ડ પર લગાવવામાં આવ્યા છે. છતાં પર્યટકો ન્હાવા જઈ રહ્યા છે. જેમને રોકવા જરૂરી છે.

 

(8:55 pm IST)